PM Modi In Manila: વડાપ્રધાન મોદીનું મનીલા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, 'ભારત માતા કી જય'ના લાગ્યા નારા


PM Modi Welcome In Manila
PM Modi In Manila: વડાપ્રધાન મોદીનું મનીલા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, 'ભારત માતા કી જય'ના લાગ્યા નારા


PM Modi Welcome In Manila
PM Modi In Manila: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ફિલિપાઈન્સ પ્રવાસે પહોંચ્યા છે. ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમના આગમનથી ત્યાં વસતા ભારતીય સમુદાયમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન આસિયાન-ઈન્ડિયા સમિટ અને ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે. 17 નવેમ્બરના રોજ તેઓ બંને મહત્વપૂર્ણ શિખર સંમેલનોમાં હાજરી આપશે. આ સંમેલનોમાં પ્રાદેશિક સુરક્ષા, દરિયાઈ સહયોગ, કનેક્ટિવિટી અને આર્થિક ભાગીદારી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક
આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયર સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. આ બેઠકમાં ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા, વેપાર, રોકાણ, પરસ્પર સહયોગ અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
પ્રવાસ પહેલા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આસિયાન ભારતની એક્ટ ઈસ્ટ નીતિનો મુખ્ય આધારસ્તંભ છે. ભારતના મહાસાગર વિઝનમાં પણ આસિયાનની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આ પ્રવાસ પ્રાદેશિક સહયોગને મજબૂત બનાવવા, કનેક્ટિવિટી વધારવા, દરિયાઈ સુરક્ષાને વધુ સશક્ત બનાવવા અને સમૃદ્ધિના નવા રસ્તા ખોલવાની તક પૂરી પાડશે.
'Navigating the Future' થીમ હેઠળ સમિટ
આ વખતે ફિલિપાઈન્સ 'Navigating the Future' થીમ હેઠળ આસિયાન સંબંધિત શિખર સંમેલનોની યજમાની કરી રહ્યું છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા, વૈશ્વિક વેપાર અને આર્થિક ભાગીદારીનું મહત્વ વધી રહ્યું છે. ત્યારે પીએમ મોદીનો આ પ્રવાસ ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો વચ્ચેના સંબંધો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.




