Get News Alerts

Never miss breaking news updates.

India-New Zealand FTA વિજયાદશમી પર થશે લાગુ, બંને દેશો વચ્ચે ડ્યુટી-ફ્રી વેપારને મળશે વેગ

India-New Zealand FTA 20 ઓક્ટોબર વિજયાદશમીના રોજ અમલમાં આવશે. પિયુષ ગોયલે આ કરારને ઐતિહાસિક ગણાવ્યો. દ્વિપક્ષીય વેપારને મોટો વેગ મળશે.
Nancy ShuklaUpdated on: 21 Sep 2026 04:13 PM IST
India-New Zealand FTA વિજયાદશમી પર થશે લાગુ, બંને દેશો વચ્ચે ડ્યુટી-ફ્રી વેપારને મળશે વેગIndia-New Zealand FTA વિજયાદશમી પર થશે લાગુ, બંને દેશો વચ્ચે ડ્યુટી-ફ્રી વેપારને મળશે વેગ

India-New Zealand FTA (મુક્ત વેપાર કરાર) 20 ઓક્ટોબર એટલે કે વિજયાદશમી (દશેરા) ના રોજ અમલમાં આવશે. આ માહિતી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સોમવારે આપી હતી.

આ FTAને બંને દેશો માટે વિજય ગણાવતા પિયુષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ભારત-ન્યૂઝીલેન્ડ FTA 20 ઓક્ટોબર, 2026 ના રોજ વિજયાદશમીના અવસર પર અમલમાં આવશે.

ન્યુઝીલેન્ડ સંસદે FTAને મંજૂરી આપી

ગયા અઠવાડિયે IANS સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં, ન્યુઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેકલેએ જણાવ્યું હતું કે ભારત-ન્યૂઝીલેન્ડ FTA આગામી મહિનાની અંદર અમલમાં આવવાની અપેક્ષા છે.

ટોડ મેકલેએ કહ્યું કે ન્યુઝીલેન્ડ સંસદે FTAને મંજૂરી આપી છે અને બંને મુખ્ય રાજકીય પક્ષો તરફથી તેને મજબૂત સમર્થન મળ્યું છે. કુલ 93 સાંસદોએ કરારની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે 26 સાંસદોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું.

બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારને નોંધપાત્ર રીતે થશે વધારો

મંત્રીએ આ કરારને ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે થયેલા શ્રેષ્ઠ વેપાર કરારોમાંનો એક ગણાવ્યો અને કહ્યું કે તે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારને નોંધપાત્ર રીતે વધારી શકે છે.

તેમને કહ્યું કે ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2030 સુધીમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારને બમણો કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

"મારું માનવું છે કે આ લક્ષ્ય પ્રાપ્ત કરવું હવે સંપૂર્ણપણે શક્ય છે" : ટોડ મેકલે

અગાઉ પિયુષ ગોયલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) ને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે આ કરાર ફક્ત માલ અને સેવાઓના વેપાર પૂરતો મર્યાદિત નથી પરંતુ ઘણા નવા ક્ષેત્રોમાં અપાર તકો ખોલશે.

તેમને કહ્યું કે આ કરાર હેઠળ, ભારતથી ન્યુઝીલેન્ડ જતા મોટાભાગના ઉત્પાદનો પર હવે શૂન્ય ડ્યુટી લાગશે, જે ભારતીય નિકાસને મોટો વેગ આપશે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે આ કરાર દ્વારા, લગભગ 140 સેવા ક્ષેત્રોમાં ન્યુઝીલેન્ડનું બજાર ભારત માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વધુમાં, શિક્ષણ, રમતગમત, સંસ્કૃતિ, કૃષિ ઉત્પાદકતા અને તકનીકી સહયોગ જેવા ક્ષેત્રોમાં પણ ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે.

આ પણ વાંચો: Sheikh Ahmed Bin Rashid Passed Away : શેખ અહમદ બિન રાશિદનું નિધન, દુબઈમાં 10 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.