ફોટો ગેલેરી

Sunday On Cycle Gandhinagar: ગાંધીનગરમાં ‘સન્ડે ઓન સાયકલ’ના 99મા સંસ્કરણનો પ્રારંભ, મનસુખ માંડવિયા અને હર્ષ સંઘવીએ સાયકલ ચલાવી આપ્યો ફિટનેસનો સંદેશ

ગાંધીનગરમાં મનસુખ માંડવિયા અને હર્ષ સંઘવીએ 'સન્ડે ઓન સાયકલ'ના 99મા સંસ્કરણનો પ્રારંભ કરાવ્યો; દેશભરમાં 26 હજાર સ્થળોએ આયોજન અને ફિટનેસ સંદેશ.
Nisha Parmar
Nisha Parmar
1 / 5
Gallery Image 1

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં રવિવારે ‘સન્ડે ઓન સાયકલ’ અભિયાનના 99મા સંસ્કરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દાંડી કુટિર ખાતેથી કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયકલિંગ કાર્યક્રમને લીલી ઝંડી આપી હતી. બંધારણ દિવસના ઉપલક્ષ્યમાં દેશભરમાં 26 હજાર સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલના માધ્યમથી યુવાનો અને નાગરિકોને સ્વાસ્થ્ય, ફિટનેસ અને નશામુક્ત ભારતનો સંદેશ આપવામાં આવ્યો હતો.

2 / 5
Gallery Image 2

ગાંધીનગરના દાંડી કુટિર ખાતેથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘સન્ડે ઓન સાયકલ’ના 99મા સંસ્કરણની શરૂઆત કરાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાયકલ સવારો અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા. બંને મંત્રીઓએ પણ સાયકલ ચલાવીને લોકોને નિયમિત કસરત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો હતો.

3 / 5
Gallery Image 3

બંધારણ દિવસના ઉપલક્ષ્યમાં દેશભરમાં એકસાથે 26 હજાર સ્થળોએ ‘સન્ડે ઓન સાયકલિંગ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ સાયકલિંગને લોકોની દિનચર્યાનો ભાગ બનાવવાનો અને યુવાનોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ અભિયાન દ્વારા સ્વસ્થ જીવનશૈલી સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

4 / 5
Gallery Image 4

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ‘સન્ડે ઓન સાયકલ’ પહેલ ધીમે-ધીમે દેશભરમાં ફિટનેસનું અભિયાન બની રહી છે. યુવાનો માત્ર કરિયર કોન્શિયસ જ નહીં, પરંતુ ફિટનેસ કોન્શિયસ અને નેશન કોન્શિયસ પણ બને તે જરૂરી છે. તેમણે નાગરિકોને સાયકલિંગને ફેશનની સાથે પેશન બનાવવાની અપીલ કરી હતી.

5 / 5
Gallery Image 5

મનસુખ માંડવિયાએ સાયકલિંગને સંપૂર્ણ કસરત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે સાયકલિંગ ફિટનેસ વધારવાની સાથે પ્રદૂષણ ઘટાડવા અને ટ્રાફિકની સમસ્યાના ઉકેલમાં પણ મદદરૂપ બની શકે છે. આ ઉપરાંત વર્ષ 2036ના ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને રમતગમત અને શારીરિક તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ લાવવાનો સંદેશ પણ આપ્યો હતો.

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Nisha Parmar is a dedicated Journalist at Growth Now News, specializing in digital news writing and multimedia content creation. She manages daily news stories and visual media across the platform, focusing on clear, accurate, and timely reporting for readers every day.