Get News Alerts

Never miss breaking news updates.

Pharma ceuticals: દવા કંપનીઓની અનૈતિક માર્કેટિંગ પર રોક? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સમિતિ બનાવવાનો આદેશ આપ્યો

Pharma ceuticals: દવા કંપનીઓ દ્વારા ડોક્ટરોને પોતાની દવાઓ લખવા માટે પ્રોત્સાહિત કરવા માટે ભેટ, મફત સુવિધા, આતિથ્ય અને અન્ય લાભ આપવાના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 08 Oct 2026 02:43 PM IST
Pharma ceuticals: દવા કંપનીઓની અનૈતિક માર્કેટિંગ પર રોક? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સમિતિ બનાવવાનો આદેશ આપ્યોPharma ceuticals: દવા કંપનીઓની અનૈતિક માર્કેટિંગ પર રોક? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સમિતિ બનાવવાનો આદેશ આપ્યો

Pharma ceuticals

Pharma ceuticals: દવા કંપનીઓ દ્વારા ડોક્ટરોને પોતાની દવાઓ લખવા માટે પ્રોત્સાહિત કરવા માટે ભેટ, મફત સુવિધા, આતિથ્ય અને અન્ય લાભ આપવાના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને દવા કંપનીઓની માર્કેટિંગ પ્રવૃત્તિઓના કાયદાકીય નિયમનની જરૂરિયાત તપાસવા માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવવાનો આદેશ આપ્યો છે.

ડોક્ટરો અને ફાર્મા કંપનીઓ વચ્ચેના સંપર્કની પણ તપાસ થશે

જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ દવા કંપનીઓની માર્કેટિંગ પ્રવૃત્તિઓના કાયદાકીય નિયમન અને દવા કંપનીઓ તથા ડોક્ટરો વચ્ચેના અનૈતિક સંપર્કને રોકવાની માગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને જણાવ્યું કે કેન્દ્ર સરકાર ત્રણ સભ્યોની સમિતિની રચના કરશે. આ સમિતિ તપાસ કરશે કે દવા કંપનીઓની માર્કેટિંગ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે અલગ કાયદાકીય વ્યવસ્થાની જરૂર છે કે નહીં. જો જરૂર જણાશે તો નિયમન કયા સ્વરૂપમાં હોવું જોઈએ તેની ભલામણ પણ સમિતિ કરશે.

ભેટ અને અન્ય લાભ આપવાના મુદ્દે શું છે ચિંતા?

આ મામલો ખાસ કરીને એવી પ્રથાઓ સાથે જોડાયેલો છે જેમાં દવા કંપનીઓ ડોક્ટરોને પોતાની દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવા માટે મફત ભેટ, ગિફ્ટ, આતિથ્ય, પ્રવાસની સુવિધા અથવા અન્ય લાભ આપતી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

યાચિકાકર્તા તરફથી દલીલ કરવામાં આવી હતી કે હાલની વ્યવસ્થામાં અસમાનતા છે. આવા લાભ સ્વીકારનારા ડોક્ટરો સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે, પરંતુ આવા લાભ આપતી દવા કંપનીઓને નિયંત્રિત કરવા અથવા દંડિત કરવા માટે સમાન કાયદાકીય વ્યવસ્થા નથી.

કેન્દ્રની હાલની વ્યવસ્થા અંગે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત

કેન્દ્ર સરકારે જણાવ્યું કે હાલની નિયમન વ્યવસ્થા હેઠળ દવા કંપનીઓ પાસેથી આવા લાભ સ્વીકારનારા ડોક્ટરો સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાની જોગવાઈ છે. જોકે, દવા કંપનીઓના સીધા કાયદાકીય નિયમન અંગેનો મુદ્દો હવે પ્રસ્તાવિત સમિતિ દ્વારા તપાસવામાં આવશે.

સમિતિ સંબંધિત તમામ હિતધારકોના સૂચનો અને વાંધાઓ પણ ધ્યાનમાં લેશે અને કેન્દ્ર સરકારને પોતાની ભલામણો આપશે.

દવાઓની કિંમત અને MRPનો મુદ્દો પણ ચર્ચામાં

આ મામલો દવાઓની કિંમત અને તેની ઉપલબ્ધતા અંગેની મોટી ચિંતાઓ વચ્ચે સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દવાઓ, જેનેરિક દવાઓ, મેડિકલ ડિવાઇસ અને ડોક્ટરો દ્વારા દવા લખવાની પ્રથાના નિયમનને લગતી અન્ય જનહિત અરજીઓ પર પણ સુનાવણી ચાલી રહી છે.

અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે દવાની સપ્લાય કિંમત અને MRP વચ્ચેના મોટા તફાવત પર કેન્દ્રને સવાલ કર્યો હતો. કોર્ટે એક કેન્સરની દવાનું ઉદાહરણ આપતા પૂછ્યું હતું કે જે દવાની MRP આશરે ₹27,000 છે, તે રિટેલરને લગભગ ₹2,700થી ₹3,000માં ઉપલબ્ધ કરાવવામાં આવે છે તો MRPમાં આટલો મોટો તફાવત શા માટે છે.

કોર્ટે દવાની સપ્લાય કિંમત અને MRP વચ્ચેના આશરે દસ ગણાના તફાવર અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને જરૂરી દવાઓ માટે સમાન માર્જિન નક્કી કરી શકાય કે નહીં તે અંગે પણ કેન્દ્ર પાસેથી વિચારણા માગી હતી.

29 જાન્યુઆરીએ આગામી સુનાવણી

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પોતાના નિર્દેશોના પાલન અંગે હલફનામું દાખલ કરવા કહ્યું છે. આ મામલે હવે 29 જાન્યુઆરીએ આગામી સુનાવણી થશે. સમિતિની ભલામણો અને સરકારની આગળની કાર્યવાહી બાદ દવા કંપનીઓની માર્કેટિંગ પ્રવૃત્તિઓ માટે કાયદાકીય નિયમન અંગેની સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ શકે છે.

આ પણ વાંચો : AI Robot સુરતમાં ગરબા રમે છે! રાજસ્થાની પાઘડી પહેરીને હ્યુમનોઇડ રોબોટે મચાવી ધૂમ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.