Get News Alerts

Never miss breaking news updates.

Gandhi Jayantiની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનો સંદેશ, વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા દેશવાસીઓને અપીલ

Gandhi Jayanti 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ દેશવાસીઓને સંદેશ આપ્યો છે, શાંતિ, અહિંસા અને 'વિકસિત ભારત' માટે આહ્વાન આપ્યું.
Nancy ShuklaUpdated on: 01 Oct 2026 09:26 PM IST
Gandhi Jayantiની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનો સંદેશ, વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા દેશવાસીઓને અપીલGandhi Jayantiની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનો સંદેશ, વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા દેશવાસીઓને અપીલ

Droupadi Murmu

Gandhi Jayanti 2026: ગાંધી જયંતિની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી દ્રૌપદી મૂર્મુએ દેશવાસીઓને સંબોધિત કરીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમને દેશના નાગરિકોને નૈતિક આચરણ અને સક્રિય ભાગીદારી દ્વારા આત્મનિર્ભર, સશક્ત અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી હતી. 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની 157મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

વિશ્વના અનેક વિસ્તારોમાં અશાંતિ અને યુદ્ધની સ્થિતિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીના જીવન અને આદર્શોને વિશ્વભરમાં સન્માન આપવામાં આવે છે. હાલ વિશ્વના અનેક વિસ્તારોમાં અશાંતિ અને યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે, જેની અસર વિવિધ દેશો પર પડી રહી છે. આવી પરિસ્થિતિમાં ગાંધીજીના શાંતિ અને અહિંસાના વિચારો વધુ પ્રાસંગિક બની જાય છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ વધુમાં જણાવ્યું કે ભારત વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. વિકાસની આ યાત્રામાં સંવેદનશીલતા અને સમાવેશી મૂલ્યોને પ્રાથમિકતા આપવી જરૂરી છે, જેથી દેશનો કોઈપણ નાગરિક વિકાસના લાભથી વંચિત ન રહે.

2 ઓક્ટોબરને વિશ્વમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે

આ વિચારધારા મહાત્મા ગાંધીના 'સર્વોદય'ના સિદ્ધાંત સાથે જોડાયેલી છે, જેમાં સૌના કલ્યાણ અને ઉત્થાનની ભાવના રહેલી છે. રાષ્ટ્રપતિએ દેશવાસીઓને ગાંધી જયંતિના અવસરે સંકલ્પ લેવા અપીલ કરી હતી કે દરેક વ્યક્તિ પોતાના નૈતિક આચરણ અને સક્રિય ભાગીદારીથી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે.

તમને જણાવી દઈએ કે ભારતમાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે. જ્યારે વર્ષ 2007માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પસાર કરાયેલા ઠરાવ બાદ આ દિવસને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. આ દિવસે રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ ઉપરાંત સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો યોજાય છે. ગાંધીજીના વિચારો સ્વચ્છ ભારત અભિયાન, ખાદી અને ગ્રામોદ્યોગ જેવા રાષ્ટ્રીય પ્રયાસો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.

આ પણ વાંચો: Jammu-Sri Nagar હાઈવે પર ભયાનક અકસ્માત, ટનલમાં સ્લીપર બસ પલટી જતાં 33 મુસાફરો ઘાયલ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.