Get News Alerts

Never miss breaking news updates.

FSSAI Action : ગંભીર સ્વચ્છતા ખામીઓ બદલ ક્રિએટિવ બેકર્સનું લાઈસન્સ સસ્પેન્ડ, એવરેસ્ટના જીરું પાઉડરની એક બેચ પરત મગાવવાનો આદેશ

FSSAI Action : ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારી બે કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
Kunjan ShuklaUpdated on: 04 Oct 2026 06:27 PM IST
FSSAI Action : ગંભીર સ્વચ્છતા ખામીઓ બદલ ક્રિએટિવ બેકર્સનું લાઈસન્સ સસ્પેન્ડ, એવરેસ્ટના જીરું પાઉડરની એક બેચ પરત મગાવવાનો આદેશFSSAI Action : ગંભીર સ્વચ્છતા ખામીઓ બદલ ક્રિએટિવ બેકર્સનું લાઈસન્સ સસ્પેન્ડ, એવરેસ્ટના જીરું પાઉડરની એક બેચ પરત મગાવવાનો આદેશ

FSSAI Action

FSSAI Action : ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારી બે કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ સ્થિત ક્રિએટિવ બેકર્સ એન્ડ કન્ફેક્શનર્સ પ્રાઈવેટ લિમિટેડનું લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જ્યારે એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડને જીરું પાઉડરની એક બેચને બજારમાંથી પરત મગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અનેક ગંભીર ખામીઓ સામે આવી

FSSAIના જણાવ્યા અનુસાર, ક્રિએટિવ બેકર્સની ઉત્પાદન એકમના નિરીક્ષણ દરમિયાન અનેક ગંભીર ખામીઓ સામે આવી હતી. ઉત્પાદન અને ખાદ્ય પદાર્થોના હેન્ડલિંગ વિસ્તારમાં ગંદકી, ધૂળ, ચીકાશ, કરોળિયાના જાળા અને માખીઓ જોવા મળી હતી. આ ઉપરાંત બગડી શકે તેવા કાચા માલને ખુલ્લામાં રાખવામાં આવતો હતો. કાચા માલ અને અર્ધતૈયાર ઉત્પાદનો માટે કાટ લાગેલા તથા યોગ્ય રીતે સાફ ન કરાયેલા કન્ટેનરનો ઉપયોગ થતો હતો. પરિસરમાં કચરો, જૂનો સ્ટોક, જર્જરિત મશીનો, ભેજવાળી દીવાલો અને ક્ષતિગ્રસ્ત ફ્લોરિંગ પણ મળી આવ્યું હતું. કંપની પાણી અને તૈયાર ઉત્પાદનોના પરીક્ષણ સહિતના જરૂરી સુરક્ષા રેકોર્ડ પણ જાળવતી ન હોવાનું સામે આવ્યું હતું. આ ગંભીર બેદરકારીને પગલે કંપનીને લાઈસન્સ સસ્પેન્ડ રહે ત્યાં સુધી તમામ ખાદ્ય સંબંધિત પ્રવૃત્તિઓ બંધ કરવાનો આદેશ અપાયો છે.

FSSAIએ ગ્રાહકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરી

બીજી તરફ, એવરેસ્ટના પ્રી-પેક્ડ જીરું પાઉડરના એક બેચમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ જંતુનાશક અવશેષો મળી આવ્યા હતા. ગોવાના રિવરસાઈડ રિસોર્ટ્સ એન્ડ હોલિડે હોમ્સમાંથી લેવાયેલા નમૂનાની તપાસમાં એઝોક્સીસ્ટ્રોબિન અને થાયમેથોક્સામ નામના જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ નમૂનાને ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ અસુરક્ષિત જાહેર કરાયો હતો. FSSAIએ ગ્રાહકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરી છે અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવા તમામ કંપનીઓને કડક સંદેશ આપ્યો છે.

આ પણ વાંચો : West Bengalમાં 6 મહિનાની અંદર લાગુ થશે UCC : CM શુભેન્દુ અધિકારી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.