Kaviya Maran Wedding: કાવ્યા મારને લગ્નની ખુશીમાં સ્ટાફને આપી સોનાની વીંટી, ચોકલેટ અને આમંત્રણ કાર્ડ; 25 નવેમ્બરે આપશે ખાસ લંચ પાર્ટી


Kaviya Maran Anirudh Ravichander wedding gold ring staff સોનાની વીંટી
Kaviya Maran Wedding: કાવ્યા મારને લગ્નની ખુશીમાં સ્ટાફને આપી સોનાની વીંટી, ચોકલેટ અને આમંત્રણ કાર્ડ; 25 નવેમ્બરે આપશે ખાસ લંચ પાર્ટી


Kaviya Maran Anirudh Ravichander wedding gold ring staff સોનાની વીંટી
Kaviya Maran Wedding: સનરાઇઝર્સ હૈદરાબાદની CEO અને સન ગ્રુપની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કાવ્યા મારન ફરી એકવાર ચર્ચામાં છે. સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર સાથે લગ્ન કર્યા બાદ કાવ્યાએ પોતાના સ્ટાફ માટે ખાસ ભેટ મોકલી છે. અહેવાલો અનુસાર, તેમણે સન ગ્રુપના કર્મચારીઓને સોનાની વીંટી, ચોકલેટ અને લગ્નના આમંત્રણ કાર્ડ ભેટમાં આપ્યાં છે. આ ભેટોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે કર્મચારીઓને સોનાના સિક્કાની અપેક્ષા હતી, પરંતુ ગિફ્ટ બોક્સ ખોલતાં અંદર સોનાની વીંટી જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
કર્મચારીઓને સોનાની વીંટી ભેટમાં આપી
કાવ્યા મારને લગ્નની ખુશીમાં સન ગ્રુપના કર્મચારીઓ માટે ખાસ ગિફ્ટ બોક્સ મોકલાવ્યાં હતાં. તેમાં સોનાની વીંટી, ચોકલેટ અને લગ્નનું આમંત્રણ કાર્ડ સામેલ હોવાનું વાયરલ વીડિયોમાં જોવા મળે છે. આ ભેટને લઈને કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે.
ગિફ્ટ બોક્સ ખોલતાં કર્મચારીઓ આશ્ચર્યચકિત
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક કર્મચારી ગિફ્ટ બોક્સ ખોલીને પોતાની ખુશી વ્યક્ત કરતો જોવા મળે છે. કર્મચારીના જણાવ્યા પ્રમાણે તેમને સોનાના સિક્કા મળવાની અપેક્ષા હતી, પરંતુ બોક્સમાં સોનાની વીંટી જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
25 નવેમ્બરે ખાસ લંચ પાર્ટીનું આમંત્રણ
ગિફ્ટ બોક્સમાં મૂકવામાં આવેલા આમંત્રણ કાર્ડમાં 25 નવેમ્બરે લંચ પાર્ટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, આ કાર્યક્રમ ખાસ સન ગ્રુપના કર્મચારીઓ માટે છે કે અન્ય મહેમાનો પણ તેમાં સામેલ થશે તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
11 નવેમ્બરે ગ્રીસમાં કર્યા હતા લગ્ન
કાવ્યા મારન અને જાણીતા સંગીતકાર અનિરુદ્ધ રવિચંદરે 11 નવેમ્બર 2026ના રોજ ગ્રીસમાં ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. બંનેએ પરંપરાગત વિધિઓને બદલે 'સેલ્ફ રિસ્પેક્ટ મેરેજ' પદ્ધતિ અપનાવી હતી.
ચેન્નઈમાં યોજાશે ભવ્ય વેડિંગ રિસેપ્શન
લગ્ન બાદ 21 નવેમ્બરે ચેન્નઈમાં ભવ્ય વેડિંગ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં ફિલ્મ જગત, ક્રિકેટ, રાજકારણ અને બિઝનેસ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ હાજર રહેવાની શક્યતા છે. જોકે, કર્મચારીઓને આપવામાં આવેલી સોનાની વીંટીઓનું વજન અને કિંમત તથા કુલ કેટલા કર્મચારીઓને ભેટ આપવામાં આવી છે તેની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
કોણ છે કાવ્યા મારન?
કાવ્યા મારન સન ગ્રુપના ચેરમેન કલાનિધિ મારનની પુત્રી છે. તેઓ સન ગ્રુપમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને IPL ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના CEO તરીકે જાણીતા છે. IPL મેચો દરમિયાન તેમની હાજરીને કારણે પણ તેઓ અવારનવાર ચર્ચામાં રહે છે. અનિરુદ્ધ રવિચંદર દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા સંગીતકાર છે.




