Get News Alerts

Never miss breaking news updates.

National Film Awards 2026: રાષ્ટ્રપતિ મુર્મુ આપશે સન્માન, અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

NationalFilmAwards2026: ભારતીય સિનેમા માટેનો મહત્વપૂર્ણ દિવસ આજે ગુજરાતમાં જોવા મળશે. 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન 22 સપ્ટેમ્બર 2026ના રોજ એકતા નગર, કેવડિયા ખાતે કરવામાં આવી રહ્યું છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 22 Sep 2026 09:08 AM IST
National Film Awards 2026: રાષ્ટ્રપતિ મુર્મુ આપશે સન્માન, અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડNational Film Awards 2026: રાષ્ટ્રપતિ મુર્મુ આપશે સન્માન, અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

NationalFilmAwards2026

NationalFilmAwards2026: ભારતીય સિનેમા માટેનો મહત્વપૂર્ણ દિવસ આજે ગુજરાતમાં જોવા મળશે. 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન 22 સપ્ટેમ્બર 2026ના રોજ એકતા નગર, કેવડિયા ખાતે કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વર્ષ 2024ની ભારતીય ફિલ્મોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિજેતાઓને સન્માનિત કરશે. ખાસ વાત એ છે કે નેશનલ ફિલ્મ એવોર્ડ્સનો આ સમારોહ પ્રથમ વખત રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની બહાર યોજાઈ રહ્યો છે. ગુજરાતના એકતા નગરમાં આજે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વર્ષ 2024 દરમિયાન ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કલાકારો અને ફિલ્મ જગત સાથે જોડાયેલા વિજેતાઓને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે.

અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

આ સમારોહમાં જાણીતા કન્નડ અભિનેતા અનંત નાગને વર્ષ 2024નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવશે. ભારતીય સિનેમામાં પાંચ દાયકાથી વધુ સમયના યોગદાન બદલ તેમને આ સન્માન આપવામાં આવી રહ્યું છે. ભારત સરકારે દાદાસાહેબ ફાળકે એવોર્ડ સિલેક્શન કમિટીની ભલામણના આધારે આ જાહેરાત કરી હતી.

‘આર્ટિકલ 370’ને બે મોટા સન્માન

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ‘આર્ટિકલ 370’ને બે મહત્વપૂર્ણ સન્માન મળ્યાં છે. ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મ જાહેર કરવામાં આવી છે, જ્યારે યામી ગૌતમને આ જ ફિલ્મ માટે મુખ્ય ભૂમિકામાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળશે.

મમ્મૂટ્ટી અને કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર

મુખ્ય અભિનેતાની કેટેગરીમાં મમ્મૂટ્ટીને ‘બ્રમાયુગમ’ અને કાર્તિક આર્યનને ‘ચંદુ ચેમ્પિયન’ માટે સંયુક્ત રીતે બેસ્ટ એક્ટર ઇન લીડિંગ રોલનો એવોર્ડ આપવામાં આવશે. ‘અમરન’ માટે રાજકુમાર પેરિયાસામીને બેસ્ટ ડિરેક્શનનો એવોર્ડ મળશે, જ્યારે રણદીપ હૂડાને ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ માટે બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ઓફ અ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો છે.

‘કલ્કિ 2898 AD’ સહિત અનેક ફિલ્મો સન્માનિત

‘કલ્કિ 2898 AD’ને બેસ્ટ પોપ્યુલર ફિલ્મ પ્રોવાઇડિંગ હોલસમ એન્ટરટેઇનમેન્ટનો એવોર્ડ મળ્યો છે. ‘ભંગાર’ને બેસ્ટ નોન-ફીચર ફિલ્મ અને ‘રામ-નામી’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી તરીકે પસંદ કરવામાં આવી છે. ‘પુષ્પા: ધ રૂલ પાર્ટ-02’, ‘ભૂલ ભુલૈયા 3’, ‘સ્ત્રી 2’ અને અન્ય ફિલ્મોને પણ વિવિધ કેટેગરીમાં સન્માન મળ્યું છે.

દિલ્હીની બહારથી શરૂ થઈ નવી પરંપરા

1954માં શરૂ થયેલા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ ફીચર ફિલ્મ, નોન-ફીચર ફિલ્મ અને સિનેમા પરના લેખન સહિત વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતાને સન્માનિત કરે છે. સરકારના જણાવ્યા મુજબ હવે આ સમારોહને વિવિધ રાજ્યો અને શહેરોમાં લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એકતા નગરમાં યોજાતો આ સમારોહ ભારતીય સિનેમાની ભાષાકીય, સાંસ્કૃતિક અને પ્રાદેશિક વિવિધતાને ઉજાગર કરશે.

આ પણ વાંચો: Navsari: ગણદેવીમાં જૂની અદાવતમાં યુવાન પર હુમલો, 4થી 5 શખ્સોએ તીક્ષ્ણ હથિયારોથી કર્યો હુમલો

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.