Get News Alerts

Never miss breaking news updates.

Tripuraમાં દુર્ગા પૂજા પંડાલ બનશે આકર્ષણનું કેન્દ્ર, 20 લાખથી વધુ છીપલીઓથી તૈયાર થશે ‘વાટ અરુણ’ની પ્રતિકૃતિ

Tripura: ત્રિપુરામાં આ વર્ષની દુર્ગા પૂજા દરમિયાન એક અનોખો પંડાલ લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 04 Oct 2026 03:13 PM IST
Tripuraમાં દુર્ગા પૂજા પંડાલ બનશે આકર્ષણનું કેન્દ્ર, 20 લાખથી વધુ છીપલીઓથી તૈયાર થશે ‘વાટ અરુણ’ની પ્રતિકૃતિTripuraમાં દુર્ગા પૂજા પંડાલ બનશે આકર્ષણનું કેન્દ્ર, 20 લાખથી વધુ છીપલીઓથી તૈયાર થશે ‘વાટ અરુણ’ની પ્રતિકૃતિ

Tripura

Tripura: ત્રિપુરામાં આ વર્ષની દુર્ગા પૂજા દરમિયાન એક અનોખો પંડાલ લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે. અગરતલાના ફ્લાવર્સ ક્લબ દ્વારા આ વર્ષે થાઈલેન્ડના પ્રસિદ્ધ ‘વાટ અરુણ’ મંદિરની થીમ પર દુર્ગા પૂજા પંડાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પંડાલની સૌથી ખાસ વાત એ છે કે તેની સજાવટ માટે પ્લાસ્ટિક અને થર્મોકોલનો ઉપયોગ નહીં કરવામાં આવે. તેના બદલે કુદરતી અને ફરી ઉપયોગ કરી શકાય તેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે.

થાઈલેન્ડના ‘વાટ અરુણ’ મંદિરની ઝલક

ફ્લાવર્સ ક્લબના પ્રવક્તા કિસલય મોદકના જણાવ્યા અનુસાર આ વર્ષની દુર્ગા પૂજાની થીમ બેન્કોકના પ્રખ્યાત ‘વાટ અરુણ’ મંદિર પર આધારિત છે. પંડાલમાં આ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી રહી છે, જેથી શ્રદ્ધાળુઓને ત્રિપુરામાં જ થાઈલેન્ડના પ્રસિદ્ધ મંદિરની ઝલક જોવા મળશે.

20 લાખથી વધુ છીપલીઓથી સજાવટ

પંડાલની સજાવટ માટે ઓડિશાથી લાખો છીપલીઓ મંગાવવામાં આવી છે. સમગ્ર પંડાલને આ છીપલીઓથી સજાવવામાં આવશે અને આયોજકોના જણાવ્યા અનુસાર 20 લાખથી વધુ છીપલીઓનો ઉપયોગ થવાની શક્યતા છે. કુદરતી સામગ્રીના ઉપયોગને કારણે પંડાલ આ વર્ષની દુર્ગા પૂજાનું મુખ્ય આકર્ષણ બની શકે છે.

પશ્ચિમ બંગાળના કારીગરો દિવસ-રાત કામે

પંડાલ તૈયાર કરવા માટે પશ્ચિમ બંગાળના આશરે 30 કારીગરો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. આયોજકોનો પ્રયાસ છે કે પંડાલના નિર્માણમાં પ્લાસ્ટિક કે થર્મોકોલનો ઉપયોગ ન થાય અને શક્ય તેટલી કુદરતી તથા પુનઃઉપયોગ કરી શકાય તેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે.

લેસર શો પણ બનશે ખાસ આકર્ષણ

ફ્લાવર્સ ક્લબમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો દુર્ગા પૂજા જોવા પહોંચે છે. આ વર્ષે થીમ આધારિત પંડાલ અને દુર્ગા માતાની પ્રતિમા ઉપરાંત લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોને મોટી સંખ્યામાં લોકો પહોંચવાની આશા છે.

સુરક્ષા અને વરિષ્ઠ નાગરિકો માટે ખાસ વ્યવસ્થા

મોટી ભીડને ધ્યાનમાં રાખીને ક્લબના વોલન્ટિયર્સ અને ખાનગી સુરક્ષા ગાર્ડ્સને તૈનાત કરવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે અલગ પ્રવેશ અને આરામ કરવાની સુવિધા પણ રાખવામાં આવશે, જેથી દરેક વ્યક્તિ સરળતાથી અને સુરક્ષિત રીતે દુર્ગા પૂજાની ઉજવણીનો આનંદ માણી શકે.

આ પણ વાંચો : Nomadic Elephant 2026: ઉત્તરાખંડના પહાડોમાં ગુંજ્યું ભારત-મંગોલિયાનું યુદ્ધ કૌશલ્ય

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.