Get News Alerts

Never miss breaking news updates.

Agniveer Recruitment: અમદાવાદ સહિત 21 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશના ઉમેદવારો માટે અગ્નિવીર ભરતી રેલી

Agniveer Recruitment: અમદાવાદ સૈન્ય ભરતી કચેરી દ્વારા અગ્નિવીરના વિવિધ હોદ્દાઓ માટે ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 08 Oct 2026 10:46 AM IST
Agniveer Recruitment: અમદાવાદ સહિત 21 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશના ઉમેદવારો માટે અગ્નિવીર ભરતી રેલીAgniveer Recruitment: અમદાવાદ સહિત 21 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશના ઉમેદવારો માટે અગ્નિવીર ભરતી રેલી

Agniveer Recruitment

Agniveer Recruitment: અમદાવાદ સૈન્ય ભરતી કચેરી દ્વારા અગ્નિવીરના વિવિધ હોદ્દાઓ માટે ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 19 ફેબ્રુઆરી 2027થી 2 માર્ચ 2027 દરમિયાન ગોધરાના વિંઝોલ ખાતે આવેલી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે ભરતી રેલી યોજાશે. આ ભરતી રેલીમાં અમદાવાદ સહિત કુલ 21 જિલ્લાના તેમજ 2 કેન્દ્રશાસિત પ્રદેશોના લાયક ઉમેદવારો ભાગ લઈ શકશે.

અગ્નિવીરના ચાર હોદ્દા માટે ભરતી

ભરતી રેલીમાં અગ્નિવીર (સામાન્ય ફરજો), અગ્નિવીર ટ્રેડ્સમેન (10મું પાસ), અગ્નિવીર ટ્રેડ્સમેન (8મું પાસ) અને અગ્નિવીર ટેકનિકલ હોદ્દા માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. લાયકાત અને અન્ય શરતો ભારતીય સૈન્યની ભરતી પ્રક્રિયા અનુસાર રહેશે.

21 જિલ્લાના ઉમેદવારો લઈ શકશે ભાગ

આ ભરતી રેલીમાં અમદાવાદ, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, નવસારી, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, ડાંગ, તાપી, વડોદરા, વલસાડ અને વાવ-થરાદ જિલ્લાના ઉમેદવારો ભાગ લઈ શકશે.

આ ઉપરાંત દમણ તથા દાદરા અને નગર હવેલીના ઉમેદવારો માટે પણ આ ભરતી રેલીમાં ભાગ લેવાની તક રહેશે.

શોર્ટલિસ્ટ ઉમેદવારોને પ્રવેશપત્ર મોકલાયા

સૈન્ય ભરતી કચેરી, અમદાવાદના જણાવ્યા અનુસાર ભરતી રેલી માટે શોર્ટલિસ્ટ થયેલા તમામ ઉમેદવારોને 15 સપ્ટેમ્બર 2026ના રોજ તેમના નોંધાયેલા ઈમેલ આઈડી પર પ્રવેશપત્ર મોકલી દેવામાં આવ્યા છે. ઉમેદવારોએ પોતાનું પ્રવેશપત્ર ભારતીય સૈન્યની સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ ડાઉનલોડ કરવાનું રહેશે.

વેબસાઇટ પર લૉગિન કરીને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો

ઉમેદવારોએ joinindianarmy.nic.in પર પોતાના યુઝરનેમ અને પાસવર્ડથી લૉગિન કરીને ભરતી રેલીનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનું રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધિત જરૂરી સૂચનાઓ અને વિગતો માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પરની માહિતી ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે.

પૂછપરછ માટે અમદાવાદ ભરતી કચેરીનો સંપર્ક

ભરતી રેલી અંગે કોઈપણ પ્રકારની પૂછપરછ હોય તો ઉમેદવારો સૈન્ય ભરતી કચેરી, અમદાવાદના 079-22861338 નંબર પર સંપર્ક કરી શકે છે. સૈન્ય ભરતી કચેરી દ્વારા ઉમેદવારોને ભરતી પ્રક્રિયા સંબંધિત સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.

આ પણ વાંચો : Nana Patekar Death: રાત્રે 2:30 વાગ્યે મિત્રને કર્યો હતો મેસેજ, સવારે બેભાન મળ્યા; નાનાના મોત પહેલાં શું થયું?

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.