Digital Tolling : ડિજિટલ ટોલિંગને નવી ગતિ, FASTag Annual Passના 1 કરોડ યુઝર્સનો આંકડો પાર


Digital Tolling
Digital Tolling : ડિજિટલ ટોલિંગને નવી ગતિ, FASTag Annual Passના 1 કરોડ યુઝર્સનો આંકડો પાર


Digital Tolling
Digital Tolling : કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું કે 'FASTag Annual Pass'એ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. લોન્ચ થયા બાદ આ સુવિધાના યુઝર્સની સંખ્યા 1 કરોડને પાર પહોંચી છે. આ યોજના 15 ઓગસ્ટ 2025ના રોજ શરૂ કરવામાં આવી હતી અને નેશનલ હાઈવે પર મુસાફરી કરતા વાહનચાલકોમાં તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
આ સુવિધા નોન-કમર્શિયલ વાહનો માટે ઉપલબ્ધ
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર FASTag Annual Pass દેશભરના આશરે 1,150 ટોલ પ્લાઝા પર લાગુ છે. તેમાં નેશનલ હાઇવે અને નેશનલ એક્સપ્રેસવેનો પણ સમાવેશ થાય છે. આ સુવિધા હેઠળ વાહનચાલકોને વારંવાર FASTag રિચાર્જ કરવાની જરૂર પડતી નથી. એક વખત ₹3,075ની ચુકવણી કર્યા બાદ Annual Pass એક વર્ષ અથવા વધુમાં વધુ 200 ટોલ ક્રોસિંગ સુધી માન્ય રહે છે. આ સુવિધા માન્ય FASTag ધરાવતા તમામ નોન-કમર્શિયલ વાહનો માટે ઉપલબ્ધ છે. હાઈવે યાત્રા એપ દ્વારા ફી ચૂકવ્યા બાદ પાસ વાહન સાથે જોડાયેલા હાલના FASTag પર જ સક્રિય થઈ જાય છે.
દેશમાં FASTagની પહોંચ હવે 98 ટકાથી વધુ થઈ
સરકારના જણાવ્યા પ્રમાણે, FASTag Annual Passને મળી રહેલો વધતો પ્રતિસાદ દર્શાવે છે કે આ સુવિધા નેશનલ હાઈવે પર મુસાફરીને વધુ સરળ અને સુવિધાજનક બનાવવામાં મદદરૂપ થઈ રહી છે. ટોલ ચુકવણીની પ્રક્રિયા સરળ બનવાથી મુસાફરોનો સમય પણ બચી રહ્યો છે. આ ઉપરાંત, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે NHAI દ્વારા તાજેતરમાં OneTag સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. આ FASTag પોર્ટેબિલિટી સેવા છે, જેના દ્વારા વાહનચાલકો હાલના FASTagને બદલ્યા વિના જ તેનો ઈશ્યુકર્તા બેન્ક બદલી શકે છે.
મંત્રાલય અનુસાર, દેશમાં FASTagની પહોંચ હવે 98 ટકાથી વધુ થઈ ગઈ છે અને તેના યુઝર્સની સંખ્યા આશરે 13 કરોડ સુધી પહોંચી છે. FASTagએ દેશમાં ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન વ્યવસ્થાને વધુ ઝડપી અને પારદર્શક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સરકારનું કહેવું છે કે FASTag Annual Pass અને OneTag જેવી સુવિધાઓથી ડિજિટલ ટોલિંગ વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને હાઈવે મુસાફરોને વધુ સુવિધા તથા લવચીકતા મળશે.
આ પણ વાંચો : Traffic Challan વસૂલવા સુપ્રીમ કોર્ટનું મોટું સૂચન, કહ્યું 'વીજળીના બિલમાં ચલણની રકમ ઉમેરી દો'





