Get News Alerts

Never miss breaking news updates.

Rajkot: ‘વિરાસતથી વિકાસ’ લોકમેળો રાઈડ્સ વગર ફીક્કો! પ્રથમ દિવસે 34 રાઈડ્સને મંજૂરી નહીં

Rajkot: આજે ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનો પ્રથમ દિવસ છે, પરંતુ મોટી રાઈડ્સને મંજૂરી ન મળતાં મેળાની રોનક પર અસર જોવા મળી રહી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 02 Sep 2026 02:02 PM IST
Rajkot: ‘વિરાસતથી વિકાસ’ લોકમેળો રાઈડ્સ વગર ફીક્કો! પ્રથમ દિવસે 34 રાઈડ્સને મંજૂરી નહીંRajkot: ‘વિરાસતથી વિકાસ’ લોકમેળો રાઈડ્સ વગર ફીક્કો! પ્રથમ દિવસે 34 રાઈડ્સને મંજૂરી નહીં

Rajkot

Rajkot: આજે ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનો પ્રથમ દિવસ છે, પરંતુ મોટી રાઈડ્સને મંજૂરી ન મળતાં મેળાની રોનક પર અસર જોવા મળી રહી છે. પ્રથમ દિવસે જ કુલ 34 રાઈડ્સને મંજૂરી આપવામાં આવી નથી. આ રાઈડ્સ અંગેનો અભિપ્રાય હજુ સુધી કમિટીના અધ્યક્ષ જગદીશ બાંગારવાને મળ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને મોટી રાઈડ્સ મામલે SOP મુજબની જરૂરી ચકાસણી હજુ બાકી હોવાથી લાયસન્સની પ્રક્રિયા અટકેલી છે.

34 રાઈડ્સને હજુ મંજૂરી નહીં

લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાના છે ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને 34 રાઈડ્સને પ્રથમ દિવસે મંજૂરી આપવામાં આવી નથી. રાઈડ્સના સંચાલકો દ્વારા જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે.

મોટી રાઈડ્સની SOP મુજબ ચકાસણી બાકી

મોટી રાઈડ્સ માટે નિર્ધારિત SOP મુજબની ચકાસણી હજુ પૂર્ણ થઈ નથી. સુરક્ષા અંગે જરૂરી માપદંડો અને ટેકનિકલ પાસાઓની તપાસ બાદ જ રાઈડ્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.

લોકોની સુરક્ષાને લઈને પોલીસની કડકાઈ

લોકમેળામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થવાની હોવાથી પોલીસ દ્વારા લોકોની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મંજૂરી વિના એક પણ મોટી રાઈડ શરૂ કરવા દેવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.

13 સભ્યોની કમિટી આપશે અભિપ્રાય

રાઈડ્સ અંગે 13 સભ્યોની કમિટી દ્વારા તપાસ અને ચકાસણી કરવામાં આવી રહી છે. કમિટી તરફથી પોઝિટિવ અભિપ્રાય મળ્યા બાદ જ સંબંધિત રાઈડ્સ માટે લાયસન્સની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.

11 સંચાલકોએ કરી મંજૂરી માટે અરજી

34 રાઈડ્સના કુલ 11 સંચાલકોએ મંજૂરી મેળવવા માટે અરજી કરી છે. હવે જરૂરી ચકાસણી પૂર્ણ થયા બાદ કમિટી દ્વારા અભિપ્રાય આપવામાં આવશે અને ત્યારબાદ લાયસન્સ આપવાની પ્રક્રિયા હાથ ધરાશે.

આજે સાંજે 4:30 વાગ્યે લોકમેળાનું ઉદ્ઘાટન

રાજકોટના આ લોકમેળાનું આજે સાંજે 4:30 કલાકે પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. જોકે, રાઈડ્સને મંજૂરી ન મળવાને કારણે પ્રથમ દિવસે મેળામાં આવનારા લોકો માટે મોટી રાઈડ્સનો આનંદ હાલ અધૂરો રહી શકે છે.

આવતીકાલે લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા

હાલની કામગીરીને જોતા આવતીકાલે સાંજ સુધીમાં રાઈડ્સની લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, તમામ જરૂરી સુરક્ષા ચકાસણી અને કમિટીનો હકારાત્મક અભિપ્રાય મળ્યા બાદ જ રાઈડ્સ શરૂ થઈ શકશે.

આ પણ વાંચો : Dahod: G.P. ધનકા શાળાનો વીડિયો વાયરલ, વિદ્યાર્થીઓ પાસે સિમેન્ટના ભારે બ્લોક ઉંચકાવાતા ખળભળાટ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.