Get News Alerts

Never miss breaking news updates.

Rajya Sabha Election 2026: કોણ છે ધનરાજ પરિમલ નાથવાણી? અખિલેશ યાદવે રાજ્યસભા માટે બનાવ્યા ઉમેદવાર

Rajya Sabha Election 2026: ઉત્તર પ્રદેશની આગામી રાજ્યસભા ચૂંટણીને લઈને સમાજવાદી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 30 Sep 2026 11:33 AM IST
Rajya Sabha Election 2026: કોણ છે ધનરાજ પરિમલ નાથવાણી? અખિલેશ યાદવે રાજ્યસભા માટે બનાવ્યા ઉમેદવારRajya Sabha Election 2026: કોણ છે ધનરાજ પરિમલ નાથવાણી? અખિલેશ યાદવે રાજ્યસભા માટે બનાવ્યા ઉમેદવાર

Rajya Sabha Election 2026:

Rajya Sabha Election 2026: ઉત્તર પ્રદેશની આગામી રાજ્યસભા ચૂંટણીને લઈને સમાજવાદી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. SPએ વરિષ્ઠ નેતા રામ ગોપાલ યાદવની સાથે ધનરાજ પરિમલ નાથવાણીને પણ રાજ્યસભા માટે ઉમેદવાર બનાવ્યા છે. બંને ઉમેદવારો 30 સપ્ટેમ્બરે પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવની હાજરીમાં લખનઉમાં ઉમેદવારી પત્ર ભરવાના છે. ધનરાજ નાથવાણીનું નામ સામે આવતા રાજકીય વર્તુળોમાં તેમની ઓળખ અને કારકિર્દીને લઈને ચર્ચા શરૂ થઈ છે.

કોણ છે ધનરાજ પરિમલ નાથવાણી?

ધનરાજ પરિમલ નાથવાણી કોર્પોરેટ અને રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ગ્રુપ પ્રેસિડેન્ટ તરીકે સંકળાયેલા છે અને ઉદ્યોગ ક્ષેત્રમાં લાંબા સમયથી સક્રિય રહ્યા છે. તેઓ રાજ્યસભા સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નાથવાણીના પુત્ર છે.

રમતગમત ક્ષેત્રે પણ સક્રિય

નાથવાણીનું રમતગમત ક્ષેત્ર સાથે પણ જોડાણ રહ્યું છે. તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA સાથે મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ગુજરાતના રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

ઉત્તર પ્રદેશમાં 16 ઓક્ટોબરે રાજ્યસભા ચૂંટણી

ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ ઉત્તર પ્રદેશની 10 રાજ્યસભા બેઠકો માટે 16 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે. ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ 6 ઓક્ટોબર છે, જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 7 ઓક્ટોબરે અને નામ પાછું ખેંચવાની અંતિમ તારીખ 9 ઓક્ટોબર છે. ઉત્તર પ્રદેશની 10 બેઠકોમાંથી હાલમાં 8 ભાજપ, જ્યારે એક-એક બેઠક સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પાસે છે.

ધનરાજ નાથવાણીની ઉમેદવારી સાથે હવે આગામી રાજ્યસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારોની ચર્ચા વધુ તેજ બની છે.

આ પણ વાંચો : Asian Games 2026માં ભારતનો ડંકો, પ્રિથિકા-જ્યોતિ-ચિકિતાની ત્રિપુટીએ આર્ચરીમાં જીત્યું ગોલ્ડ; વર્લ્ડ રેકોર્ડની બરાબરી

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.