Constitution Day : બંધારણ દિવસ પર PM નરેન્દ્ર મોદીનો દેશવાસીઓને સંદેશ, બાબાસાહેબને કર્યા નમન, વિકસિત ભારતનો સંકલ્પ દોહરાવ્યો

Constitution Day : આજે બંધારણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
Vivek Shah
Vivek Shah
Constitution Day બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવીConstitution Day બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

Constitution Day બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

Constitution Day : પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ખાસ સંદેશ પોસ્ટ કરીને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર સહિત બંધારણ સભાના તમામ મહાનુભાવોને ભાવપૂર્વક નમન કર્યા હતા. PM મોદીએ ભારતીય બંધારણને દેશની લોકશાહીનો અમૂલ્ય વારસો ગણાવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, બંધારણ દિવસના આ પવિત્ર અવસર પર તેઓ પૂજનીય બાબાસાહેબ અને બંધારણ સભાના તમામ મહાનુભાવોને વંદન કરે છે. તેમના દ્વારા દેશને બંધારણના રૂપમાં આપવામાં આવેલી ભેટ ભારતીય લોકશાહીનો અમૂલ્ય વારસો છે. આ બંધારણ આવનારા સમયમાં પણ વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવામાં દેશને માર્ગદર્શન આપતું રહેશે.

વિકસિત ભારતના નિર્માણમાં બંધારણ માર્ગદર્શન આપતું રહેશે : PM મોદી

PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, બંધારણ દિવસ માત્ર બંધારણના ઘડવૈયાઓને યાદ કરવાનો દિવસ નથી, પરંતુ તેમાં સમાવિષ્ટ મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કરવાનો પણ અવસર છે. તેમણે દેશવાસીઓને બંધારણીય મૂલ્યો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા ફરીથી દોહરાવવા અપીલ કરી હતી. વડાપ્રધાને પોતાના સંદેશમાં સામૂહિક વિચારશક્તિનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, અનેક લોકો દ્વારા સાથે મળીને વિચારવામાં આવેલા અને કાળજીપૂર્વક ઘડવામાં આવેલા વિચારો સરળતાથી વિસરાતા નથી. આ વિચારો માત્ર વિદ્વાનો દ્વારા એકલા હાથે રજૂ કરવામાં આવેલા વિચારો કરતાં વધુ લાંબા સમય સુધી ટકી રહે છે.

બંધારણને ગણાવ્યો લોકશાહીનો અમૂલ્ય વારસો

PM મોદીના આ સંદેશમાં ભારતીય લોકશાહી, બંધારણીય મૂલ્યો અને સામૂહિક જવાબદારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે બંધારણના નિર્માણમાં યોગદાન આપનારા મહાનુભાવોને યાદ કરીને દેશની લોકશાહી પરંપરાઓ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ ભારતીય બંધારણને સ્વીકાર્યું હતું. ત્યારબાદ 26 જાન્યુઆરી 1950થી ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું. આ દિવસ દેશના નાગરિકોને તેમના અધિકારો, ફરજો અને લોકશાહી મૂલ્યોનું સ્મરણ કરાવે છે. PM મોદીના સંદેશ સાથે ફરી એકવાર બંધારણના આદર્શો અને વિકસિત ભારતના નિર્માણમાં દરેક નાગરિકની ભૂમિકાનું મહત્ત્વ ઉજાગર થયું છે.

આ પણ વાંચો : Egypt Fuel Tanker Accident : ઇજિપ્તમાં ફ્યુઅલ ટેન્કર પલટતાં ભીષણ આગ, 31 ના મોત અને 21 ઈજાગ્રસ્ત થયા