Delhi Factory Fire: દિલ્હીના મંગોલપુરીમાં જૂતાં-ચપ્પલ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 16થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે


Delhi Factory Fire
Delhi Factory Fire: દિલ્હીના મંગોલપુરીમાં જૂતાં-ચપ્પલ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 16થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે


Delhi Factory Fire
Delhi Factory Fire: દેશની રાજધાની દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં શનિવારે બપોરે એક જૂતાં-ચપ્પલ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મંગોલપુરી ઈન્ડસ્ટ્રિયલ એરિયા ફેઝ-2માં આવેલી ફેક્ટરીમાં અચાનક આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફેક્ટરીમાંથી નીકળતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.
16થી 18 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે તૈનાત
મળતી માહિતી અનુસાર, શનિવારે બપોરે લગભગ 1:10 વાગ્યે ફાયર બ્રિગેડને ફેક્ટરીમાં આગ લાગી હોવાની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં શરૂઆતમાં ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. જોકે, આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ ફાયર ફાઈટર ગાડીઓ બોલાવવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે કુલ 16થી 18 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી હતી.
ફેક્ટરીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી
ફાયર બ્રિગેડના જવાનો સતત આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. ઘટનાની જાણ થતાં દિલ્હી પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આ ઉપરાંત આપત્તિ રાહત દળની ટીમો પણ બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ હતી. આસપાસના વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ફેક્ટરીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની પુષ્ટિ થઈ નથી. જોકે, આગને કારણે ફેક્ટરીમાં કેટલું આર્થિક નુકસાન થયું છે તે અંગે પણ હજુ કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. હાલમાં ફાયર બ્રિગેડની ટીમો આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે કામગીરી કરી રહી છે. આગ ઓલવાયા બાદ જ નુકસાનનો સાચો અંદાજ અને આગ લાગવાનું કારણ સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો: Mahadev Betting App : મહાદેવ સટ્ટા એપ પર CBIનું મેગા ઓપરેશન, 6 રાજયનાં 33 સ્થળોએ દરોડા




