Get News Alerts

Never miss breaking news updates.

Congress Protest : દિલ્હીમાં વિપક્ષનો વિરોધ, રાહુલ ગાંધીને પોલીસે લીધા કસ્ટડીમાં

Congress Protest : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ અને મતદાર યાદીમાં કથિત ગેરરીતિના મુદ્દે દિલ્હીમાં INDIA બ્લોકના વિરોધનો દોર યથાવત્ છે.
Kunjan ShuklaUpdated on: 07 Oct 2026 06:20 PM IST
Congress Protest : દિલ્હીમાં વિપક્ષનો વિરોધ, રાહુલ ગાંધીને પોલીસે લીધા કસ્ટડીમાંCongress Protest : દિલ્હીમાં વિપક્ષનો વિરોધ, રાહુલ ગાંધીને પોલીસે લીધા કસ્ટડીમાં

Congress Protest

Congress Protest : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ અને મતદાર યાદીમાં કથિત ગેરરીતિના મુદ્દે દિલ્હીમાં INDIA બ્લોકના વિરોધનો દોર યથાવત્ છે. બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આમંત્રણ બાદ વિપક્ષી સાંસદો જનપથ સ્થિત સાગર રત્ના રેસ્ટોરન્ટમાં એકઠા થયા હતા. અહીં લંચ બેઠક બાદ સાંસદોએ જંતર-મંતર તરફ કૂચ કરવાનો નિર્ણય લીધો હતો.

દિલ્હી પોલીસે ભારે બંદોબસ્ત ગોઠવ્યો હતો

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત મોટી સંખ્યામાં INDIA બ્લોકના સાંસદો બસ મારફતે જંતર-મંતર તરફ આગળ વધ્યા હતા. જંતર-મંતર આસપાસ દિલ્હી પોલીસે ભારે બંદોબસ્ત ગોઠવ્યો હતો અને બેરિકેડિંગ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વિરોધીઓને નિયત સ્થળ સુધી પહોંચતા રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીને દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા હતા. અગાઉ પણ મંગળવારે ચૂંટણી પંચની કચેરી તરફ કૂચ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કેટલાક નેતાઓને પોલીસે અટકાયતમાં લીધા હતા.

તેઓ કલાકો સુધી આકાશવાણી ભવન ખાતે વિરોધ પર બેઠા બાદ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. બુધવારના વિરોધ દરમિયાન પ્રિયંકા ગાંધી પણ પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. વિરોધ દરમિયાન તેઓ રસ્તા પર બેસી ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં પોલીસની ભારે હાજરી વચ્ચે વિરોધી સાંસદો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

SIRને લઈને વિરોધ યથાવત

આ દરમિયાન સમાજવાદી પાર્ટી (SP)ની ગેરહાજરી પણ ચર્ચામાં રહી હતી. SPના સાંસદો ખડગે દ્વારા આયોજિત લંચ બેઠકમાં પણ હાજર રહ્યા નહોતા. SPને વિરોધ અંગે યોગ્ય રીતે આમંત્રણ અને સંદેશાવ્યવહાર મળ્યો ન હોવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે, જોકે પાર્ટી તરફથી સત્તાવાર કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. વિપક્ષી પક્ષો જ્ઞાનેશ કુમારના રાજીનામા અને સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને પોતાનો વિરોધ ચાલુ રાખવાની વાત કરી રહ્યા છે.

આ પણ વાંચો : We will do it PM Modi : 2047 સુધી ભારતને નવી ઊંચાઈ આપવાનો સંકલ્પ, વિકસિત ભારત માટે PM મોદીનું એલાન

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.