We will do it PM Modi : 2047 સુધી ભારતને નવી ઊંચાઈ આપવાનો સંકલ્પ, વિકસિત ભારત માટે PM મોદીનું એલાન



We will do it PM Modi
We will do it PM Modi : 2047 સુધી ભારતને નવી ઊંચાઈ આપવાનો સંકલ્પ, વિકસિત ભારત માટે PM મોદીનું એલાન



We will do it PM Modi
We will do it PM Modi : આ પ્રસંગે પીએમ મોદીએ ભારતને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે નવો નારો આપ્યો હતો — “We Will Do It”. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે 25 વર્ષની સેવા જનતા-જનાર્દનના સતત આશીર્વાદનું પરિણામ છે.
તેમણે ભાજપ, NDA અને લોકશાહીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા તમામ રાજકીય સાથીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારતના લોકતંત્ર અને બંધારણને પણ નમન કર્યું હતું.
2047 માટે PM મોદીનો મોટો સંકલ્પ
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, 7 ઓક્ટોબર 2001ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારે તેમણે ક્યારેય કલ્પના કરી નહોતી કે એક દિવસ સરકારના વડા તરીકે સતત 25 વર્ષની સેવા પૂર્ણ કરવાનો અવસર મળશે. તેમણે કહ્યું કે આ સફર જનતાના વિશ્વાસ અને આશીર્વાદને કારણે શક્ય બની છે.
પોતાના બાળપણને યાદ કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે વડનગરની શાળામાં અભ્યાસ દરમિયાન તેઓ હંમેશા વહેલા પહોંચનારા વિદ્યાર્થીઓમાં રહેતા હતા. શીખવાની લાલસા તેમના જીવનનો હિસ્સો બની ગઈ હોવાનું જણાવતા તેમણે કહ્યું કે આજે પણ તેઓ પોતાને વિદ્યાર્થી જ માને છે.
PM મોદીએ દેશને આપ્યું નવું લક્ષ્ય
પીએમ મોદીએ પોતાના 25 વર્ષના રાજકીય જીવનના અનુભવો અંગે કહ્યું કે જીતે તેમને વિનમ્રતા શીખવી, જ્યારે હાર અને મુશ્કેલીઓએ ફરી ઊભા થવાની શક્તિ આપી. શુભેચ્છકોએ પ્રોત્સાહન આપ્યું અને ટીકાકારોએ આત્મમંથન કરવાની તક આપી હોવાનું તેમણે જણાવ્યું હતું. 2047ના ભારતના લક્ષ્ય અંગે પીએમ મોદીએ કહ્યું કે દેશને નવી ઊંચાઈએ લઈ જવા માટે માત્ર સંકલ્પ પૂરતો નથી, પરંતુ તેને સાકાર કરવા માટે સામૂહિક પ્રયાસ અને આત્મવિશ્વાસ જરૂરી છે.
તેમણે “Viksit Bharat at 2047 – We Will Do It” સાથે Top 3 Economy, આત્મનિર્ભર ભારત, ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ, ઓલિમ્પિકનું આયોજન અને અવકાશ ક્ષેત્રે નવી સિદ્ધિઓ જેવા લક્ષ્યોનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તેમનો જીવનમાર્ગ મહત્વાકાંક્ષા માટે નહીં પરંતુ મિશન માટે રહ્યો છે. દેશ માટે નિઃસ્વાર્થ કર્મને તેમણે જીવનનું ધ્યેય ગણાવ્યું અને કહ્યું કે તેમના માટે કર્મ જ ધર્મ છે. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને પણ પીએમ મોદીના મહિલા સશક્તિકરણના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે શૌચાલય નિર્માણ, ઉજ્જવલા યોજના અને લખપતિ દીદી જેવી પહેલોનો ઉલ્લેખ કરીને મહિલાઓના વિકાસ માટે સરકારના પ્રયાસોને બિરદાવ્યા હતા.
આ પણ વાંચો : Gujarat Latest News Live : PM મોદીએ કહ્યું, દુનિયામાં ભારતના પાઇલટ સ્મિતની ચર્ચા

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





