PF Pension અંગે સરકારની મોટી જાહેરાત, પગાર મર્યાદામાં કરવામાં આવ્યો વધારો


PF Pension
PF Pension અંગે સરકારની મોટી જાહેરાત, પગાર મર્યાદામાં કરવામાં આવ્યો વધારો


PF Pension
PF Pension: કેન્દ્રીય મંત્રીમંડળે પગારદાર કર્મચારીઓને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે. આજે એક મહત્વપૂર્ણ બેઠકમાં કર્મચારી પેન્શન યોજના (EPS) અને EPF હેઠળ ફરજિયાત કવરેજ માટેની પગાર મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે, જે 17 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
આનો અર્થ એ થયો કે હવે Basic + DA મળીને, જે પ્રાઈવેચ સેક્ટરના કર્મચારીઓને 25,000 રૂપિયા સેલેરી મળે છે, હવે તેમને PF ઉપરાંત EPS એટલે કે PF પેન્શનમાં પણ યોગદાન આપવું પડશે. આ પહેલાં આ મર્યાદા 15,000 રૂપિયા હતી.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી. મંત્રીએ જણાવ્યું કે આનાથી પ્રાઈવેટ સેક્ટરના વધુ કર્મચારીઓ પેન્શન યોજના હેઠળ આવશે. તેમને વધુમાં જણાવ્યું કે આ નિર્ણય કર્મચારીઓની સામાજિક સુરક્ષા વધારવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે. આનાથી વધુ કર્મચારીઓ EPS યોજના હેઠળ આવશે.
51 લાખ કર્મચારીઓને ફાયદો થશે
તેમને વધુમાં કહ્યું કે કર્મચારીઓ માટે ફરજિયાત પીએફ યોગદાન મર્યાદા છેલ્લે 1 સપ્ટેમ્બર, 2014 ના રોજ 6,500 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા કરવામાં આવી હતી. આટલા લાંબા સમય પછી સુધારાની જરૂર હતી, તેથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
https://twitter.com/PIB_India/status/2100159938425483520
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આનાથી 51 લાખ કર્મચારીઓને ફાયદો થશે અને સરકારને આના પર 11,339 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. મંત્રીએ ઉમેર્યું હતું કે આ લાંબા સમયથી ચાલી આવતી માગ હતી, જે આજે પૂર્ણ થઈ છે.
ઈન-હેન્ડ પગારમાં ઘટાડો થશે નહીં
પગાર મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી હોવા છતાં, કર્મચારીઓના ઈન-હેન્ડ પગાર પર કોઈ અસર થશે નહીં. આ ભાગ કર્મચારીના પગારમાંથી વધારાની કપાતને બદલે, 12% એમ્પ્લોયર યોગદાનમાંથી કાપવામાં આવશે. કંપનીના યોગદાનમાંથી, 8.33% પેન્શન તરીકે જમા કરવામાં આવશે, અને બાકીની રકમ PF ખાતામાં જમા કરવામાં આવશે. આ નિર્ણય નિવૃત્ત કર્મચારીઓ માટે નિયમિત આવકની ખાતરી આપશે.
વર્તમાન વાર્ષિક બજેટરી સપોર્ટ આશરે 10,250 કરોડ રૂપિયા છે, જ્યારે સરકારનો વાર્ષિક ખર્ચ આશરે 11,339 કરોડ હોવાનો અંદાજ છે. 5 વર્ષમાં અંદાજિત ખર્ચ આશરે 56,696 કરોડ છે.
આ પણ વાંચો: Reliance Industries બોન્ડ વેચીને એકત્ર કરશે 12,500 કરોડ રૂપિયા, રોકાણકારોને મળશે તગડું રિટર્ન





