BRICS Pay વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાનો વિકલ્પ નહીં, દેશો વચ્ચે નાણાકીય સેતુ બનશે : ડોક્ટર પવન જોશી


BRICS Pay
BRICS Pay વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાનો વિકલ્પ નહીં, દેશો વચ્ચે નાણાકીય સેતુ બનશે : ડોક્ટર પવન જોશી


BRICS Pay
BRICS Pay : BRICS Internationalના ચેરમેન ડૉ. પવન જોશીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. નવી દિલ્હીમાં BRICS સમિટ દરમિયાન પવન જોશીએ BRICS Payને લઈને સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે BRICS Payનો મુખ્ય ઉદ્દેશ્ય નાણાકીય સાર્વભૌમત્વ મજબૂત કરવાનો અને દેશો વચ્ચે નાણાકીય સેતુ બનાવવાનો છે.
https://twitter.com/growthnownews/status/2101246791207506216
નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય વ્યવહારો વધુ સરળ બનશે
BRICS Pay કોઈ હાલની વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાને બદલવા કે ડૉલરને વૈશ્વિક બજારમાંથી હટાવવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી રહ્યું નથી. તેમના જણાવ્યા મુજબ, પ્રસ્તાવિત ક્રોસ-બોર્ડર પેમેન્ટ સિસ્ટમ વિવિધ દેશોની હાલની પેમેન્ટ સિસ્ટમ વચ્ચે સેતુ તરીકે કામ કરશે અને વ્યવસાયો તથા નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય વ્યવહારો વધુ સરળ બનાવવાનો હેતુ ધરાવે છે. જોકે, BRICSની સત્તાવાર નવી દિલ્હી ઘોષણામાં પેમેન્ટ ટાસ્ક ફોર્સ દ્વારા ક્રોસ-બોર્ડર પેમેન્ટની વ્યવસ્થા અંગે અભ્યાસ અને ઈન્ટરઓપરેબિલિટી પર ચાલી રહેલા કામને માન્યતા આપવામાં આવી છે.
શું છે BRICS Payનો મુખ્ય ઉદ્દેશ્ય?
BRICS Internationalના ચેરમેન ડૉ. પવન જોશીએ BRICSના પ્રસ્તાવિત ક્રોસ-બોર્ડર પેમેન્ટ મિકેનિઝમ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. પવન જોશીએ સ્પષ્ટ કર્યું કે BRICS Payનો ઉદ્દેશ્ય હાલની વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાને બદલવાનો નથી. તેમણે કહ્યું કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય નાણાકીય સેતુ ઉભો કરવાનો અને દેશોની નાણાકીય સાર્વભૌમત્વને મજબૂત કરવાનો છે. BRICS Payને લઈને ગેરસમજ અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે આ પ્લેટફોર્મ હાલની વૈશ્વિક રિઝર્વ કરન્સી સામે કોઈ આક્રમક પગલું નથી. પવન જોશીએ કહ્યું કે, 'અહીં મુખ્ય ફોકસ સાર્વભૌમત્વ પર છે'. તેમણે વધુમાં કહ્યું કે દેશને સંપૂર્ણ નાણાકીય સાર્વભૌમ વ્યવસ્થા તરફ લઈ જવાના વિઝનના ભાગરૂપે આ સિસ્ટમ પર કામ થઈ રહ્યું છે.
આ પણ વાંચો : Flood Relief: 11 ટન રાહત સામગ્રી લઈને ભારતીય વાયુસેનાનું 9મું વિમાન નેપાળ પહોંચ્યું





