Get News Alerts

Never miss breaking news updates.

Bihar Boat Accident: બિહારના વૈશાલીમાં હોડી દુર્ઘટનામાં 13 બાળકોનાં મોત, PM મોદીએ ₹2 લાખની સહાય જાહેર કરી

Bihar Boat Accident: બિહારના વૈશાલી જિલ્લાના રાઘોપુર વિસ્તારમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 13 બાળકોનાં મોત થયાં છે. આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 14 Oct 2026 09:18 AM IST
Bihar Boat Accident: બિહારના વૈશાલીમાં હોડી દુર્ઘટનામાં 13 બાળકોનાં મોત, PM મોદીએ ₹2 લાખની સહાય જાહેર કરીBihar Boat Accident: બિહારના વૈશાલીમાં હોડી દુર્ઘટનામાં 13 બાળકોનાં મોત, PM મોદીએ ₹2 લાખની સહાય જાહેર કરી

Bihar Boat Accident

Bihar Boat Accident: બિહારના વૈશાલી જિલ્લાના રાઘોપુર વિસ્તારમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 13 બાળકોનાં મોત થયાં છે. આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ (PMNRF)માંથી ₹2 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. જ્યારે ઘાયલોને ₹50,000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. બિહાર સરકારે પણ મૃતકોના પરિવારજનોને પ્રતિ પરિવાર ₹4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

PM મોદીએ દુઃખ વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વૈશાલીમાં હોડી પલટી જવાની ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી હતી. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી. વડાપ્રધાને જણાવ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યું છે.

ભોજન સમારોહમાં જતી વખતે બની દુર્ઘટના

પ્રાથમિક માહિતી અનુસાર, મંગળવારે સાંજે વૈશાલી જિલ્લાના રાઘોપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાની હોડીમાં 15થી 20 બાળકો ભોજન સમારોહમાં ભાગ લેવા જઈ રહ્યાં હતાં. આ દરમિયાન હોડીનું સંતુલન બગડતાં તે ગંગા નદીમાં પલટી ગઈ હતી. હોડીમાં સવાર બાળકો નદીમાં ડૂબી ગયાં હતાં. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અત્યાર સુધી 13 બાળકોનાં મૃતદેહ મળ્યાં

બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધી 13 બાળકોનાં મૃતદેહ મળી આવ્યાં હોવાનું અહેવાલમાં જણાવાયું છે. મૃતકોમાં મીરા કુમારી, નિશુ કુમારી, અનિશા કુમારી, સુનીતા કુમારી, આર્યન કુમાર, મોહન કુમાર, અમૃતા કુમારી, અંકિતા કુમારી, પિંકી કુમારી, નમન કુમાર, સિકી કુમારી, ભોનુ કુમારી અને સોનમ કુમારીનો સમાવેશ થાય છે.

બિહાર સરકારે પણ ₹4 લાખની સહાય જાહેર કરી

બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ મૃતકોના પરિવારજનોને પ્રતિ પરિવાર ₹4 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા તથા ઘાયલોને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે. દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે અને મૃતક બાળકોના પરિવારોમાં માતમ છવાયો છે.

આ પણ વાંચો : Gujarat Police Innovation Challenge 2026: AI અને CCTVથી સ્માર્ટ પોલિસિંગ, વિજેતા ટીમોને ₹18 લાખના ઇનામ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.