Get News Alerts

Never miss breaking news updates.

નવસારીના નોકરિયાતો માટે મોટા સમાચાર: વલસાડ–સુરત મેમુ ટ્રેનને લીલી ઝંડી, લાખો મુસાફરોને મળશે રાહત

Valsad Surat MEMU Train: નવસારી અને દક્ષિણ ગુજરાતના રેલવે મુસાફરો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કોરોના કાળ દરમિયાન બંધ થયેલી વલસાડ–સુરત મેમુ લોકલ ટ્રેનને ફરી શરૂ કરવા માટે રેલવે...
R Gajjar
R GajjarUpdated on: 23 Sep 2026 04:43 PM IST
નવસારીના નોકરિયાતો માટે મોટા સમાચાર: વલસાડ–સુરત મેમુ ટ્રેનને લીલી ઝંડી, લાખો મુસાફરોને મળશે રાહતનવસારીના નોકરિયાતો માટે મોટા સમાચાર: વલસાડ–સુરત મેમુ ટ્રેનને લીલી ઝંડી, લાખો મુસાફરોને મળશે રાહત

Valsad Surat MEMU Train

Valsad Surat MEMU Train: નવસારી અને દક્ષિણ ગુજરાતના રેલવે મુસાફરો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કોરોના કાળ દરમિયાન બંધ થયેલી વલસાડ–સુરત મેમુ લોકલ ટ્રેનને ફરી શરૂ કરવા માટે રેલવે મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ટ્રેન નંબર 69149 વલસાડ–સુરત મેમુની સેવા જરૂરી વહીવટી અને તકનિકી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. આ મામલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારી લોકસભાના સાંસદ સી. આર. પાટીલ તથા નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહની આગેવાની હેઠળ પ્રતિનિધિમંડળે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.

પ્રતિનિધિમંડળે વલસાડ–સુરત રેલવે માર્ગ પર દૈનિક મુસાફરી કરતા મુસાફરોની સમસ્યાઓ અંગે રેલવે મંત્રીનું ધ્યાન દોર્યું હતું. ખાસ કરીને નવસારી, બિલીમોરા અને અમલસાડ સહિતના વિસ્તારોમાંથી સુરત તથા આસપાસના વિસ્તારોમાં રોજિંદી અવરજવર કરતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને અન્ય મુસાફરો માટે મેમુ ટ્રેન સેવા ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી.

રજૂઆત બાદ રેલવે મંત્રાલય દ્વારા ટ્રેન નંબર 69149 વલસાડ–સુરત મેમુની સેવા શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. જોકે, ટ્રેનની સેવા તાત્કાલિક શરૂ થશે નહીં. રેલવે વિભાગ દ્વારા જરૂરી વહીવટી અને તકનિકી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આગામી સમયમાં ટ્રેનની નિયમિત સેવા શરૂ કરવામાં આવશે. મેમુ ટ્રેન ફરી શરૂ થતાં નવસારી, બિલીમોરા, અમલસાડ સહિત વલસાડ અને નવસારી જિલ્લાના મુસાફરોને વલસાડ–સુરત વચ્ચે દૈનિક અવરજવરમાં મોટી સુવિધા મળશે. ખાસ કરીને સુરત તરફ નોકરી અને અભ્યાસ માટે રોજ અપડાઉન કરતા મુસાફરો માટે આ સેવા ઉપયોગી સાબિત થશે.

આ મંજૂરી બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે જ આ મુદ્દે રજૂઆત કરી ટ્રેન સેવા ફરી શરૂ કરાવવા માટે પ્રયાસ કરનાર નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ અને પ્રતિનિધિમંડળનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]