Get News Alerts

Never miss breaking news updates.

Vadodaraના વાડીમાં બાપ્પાની અનોખી બીચ થીમ, દરિયાકિનારે રજાની મજા માણતા જોવા મળ્યા ગણેશજી

Vadodara Ganesh Beach Theme: શહેરમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. શહેરના વિવિધ ગણેશ મંડળો દ્વારા દર વર્ષે કંઈક અલગ અને આકર્ષક થીમ તૈયાર કરીને ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે...
R Gajjar
R GajjarUpdated on: 23 Sep 2026 09:42 PM IST
Vadodaraના વાડીમાં બાપ્પાની અનોખી બીચ થીમ, દરિયાકિનારે રજાની મજા માણતા જોવા મળ્યા ગણેશજીVadodaraના વાડીમાં બાપ્પાની અનોખી બીચ થીમ, દરિયાકિનારે રજાની મજા માણતા જોવા મળ્યા ગણેશજી

Vadodara Ganesh Beach Theme

Vadodara Ganesh Beach Theme: શહેરમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. શહેરના વિવિધ ગણેશ મંડળો દ્વારા દર વર્ષે કંઈક અલગ અને આકર્ષક થીમ તૈયાર કરીને ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે વાડી વિસ્તારમાં આવેલા આદર્શ યુવક મંડળ દ્વારા આ વર્ષે અનોખી ‘બીચ થીમ’ તૈયાર કરવામાં આવી છે. આ થીમમાં વિઘ્નહર્તા ગણેશજી સાઉથના દરિયાકાંઠે રજાની મજા માણી રહ્યા હોય તેવો આબેહૂબ માહોલ ઊભો કરવામાં આવ્યો છે. ગણેશજીની સ્થાપના સાથે કરવામાં આવેલા આ અનોખા ડેકોરેશને સ્થાનિક લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

બાપ્પા સાથે દરિયાકિનારાનો માહોલ

આદર્શ યુવક મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડેકોરેશનમાં દરિયાકિનારાના વાતાવરણને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગણેશજીને બીચના માહોલમાં બિરાજમાન કરવામાં આવ્યા છે, જેના કારણે પંડાલમાં પ્રવેશતા જ ભક્તોને દરિયાકાંઠાનો અનુભવ થાય છે. મંડળ દ્વારા થીમને વધુ આકર્ષક બનાવવા માટે ઝૂલા, નારિયેળ પાણી સહિત દરિયા કિનારા સાથે જોડાયેલી વિવિધ વસ્તુઓ મૂકવામાં આવી છે. સમગ્ર સજાવટમાં બીચ પર રજાઓ માણવાનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે.

ગણેશ દર્શનની સાથે બીચનો પણ અનુભવ

આ અનોખી થીમ ગણેશ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. બાપ્પાના દર્શન કરવા આવતા ભક્તો ગણેશજીના દર્શનની સાથે પંડાલમાં ઊભા કરવામાં આવેલા બીચના માહોલનો પણ આનંદ માણી રહ્યા છે. ગણેશોત્સવ દરમિયાન અલગ-અલગ થીમ દ્વારા ભક્તોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે વાડીના આદર્શ યુવક મંડળની આ બીચ થીમ ગણેશોત્સવની ઉજવણીમાં કંઈક અલગ અનુભવ કરાવી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]