Bharuch News: લુવારા નજીક ટેન્કરમાં આગ ભભૂકી, ચાલકની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

Bharuch News: ભરૂચ જિલ્લાના નેશનલ હાઈવે નંબર-48 પર લુવારા નજીક ટેન્કરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. હાઈવે પર દોડતા ટેન્કરમાં આગ ભભૂકતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Kunjan ShuklaUpdated on: 01 Nov 2026 04:28 PM IST
Bharuch News: લુવારા નજીક ટેન્કરમાં આગ ભભૂકી, ચાલકની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળીBharuch News: લુવારા નજીક ટેન્કરમાં આગ ભભૂકી, ચાલકની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

Bharuch News

Bharuch News: ભરૂચ જિલ્લાના નેશનલ હાઈવે નંબર-48 પર લુવારા નજીક ટેન્કરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. હાઈવે પર દોડતા ટેન્કરમાં આગ ભભૂકતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ટેન્કરચાલકની સમયસૂચકતા અને એક કારચાલકની મદદને કારણે આગ વધુ પ્રસરતી અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.

તાત્કાલિક ટેન્કરને માર્ગની સાઈડમાં ઊભું રાખી દીધું

પ્રાપ્ત માહિતી અનુસાર, હજીરાથી રનોલી તરફ જઈ રહેલું એક ટેન્કર નેશનલ હાઈવે નંબર-48 પરથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન લુવારા નજીક પહોંચતા જ ટેન્કરમાં કોઈ અજાણ્યા કારણોસર અચાનક આગ લાગી હતી. ટેન્કરમાં આગ લાગતાં જ ચાલકે ગભરાયા વગર સમયસૂચકતા વાપરી હતી અને તાત્કાલિક ટેન્કરને માર્ગની સાઈડમાં ઊભું રાખી દીધું હતું. ટેન્કરચાલકની સતર્કતાને કારણે હાઈવે પર પસાર થતાં અન્ય વાહનોને મોટું જોખમ ઊભું થતું અટક્યું હતું. દરમિયાન ટેન્કરમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જોઈ ત્યાંથી પસાર થતા એક કારચાલકે પણ માનવતા દાખવી હતી. કારચાલકે પોતાનું વાહન રોકી મદદ માટે આગળ આવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા.

હાઈવે પર ટ્રાફિકની વચ્ચે ટેન્કરમાં આગ લાગવી ગંભીર જોખમ

સમયસર મળેલી મદદને કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં તેને પ્રસરતી અટકાવવામાં સફળતા મળી હતી. આ ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ થોડા સમય માટે ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ વાત એ છે કે હાઈવે પર ટ્રાફિકની વચ્ચે ટેન્કરમાં આગ લાગવી ગંભીર જોખમ ઊભું કરી શકે તેવી ઘટના હતી. જો ટેન્કરચાલકે સમયસર વાહન સાઈડમાં ન લીધું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. હાલ ટેન્કરમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જોકે, ચાલકની સમજદારી અને અજાણ્યા કારચાલકની મદદના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી.

આ પણ વાંચો: Ahmedabad Diwali Shopping: દિવાળીની ખરીદી માટે અમદાવાદના બજારોમાં ભીડ, મોંઘવારીથી વેપારીઓમાં નિરાશા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.