Get News Alerts

Never miss breaking news updates.

વડોદરા જિલ્લામાં ભાજપના સંગઠનાત્મક પ્રવાસનો અંતિમ પડાવ, તરુણ ચુઘજી-રત્નાકરજીએ પદાધિકારીઓને આપ્યું માર્ગદર્શન

Tarun Chugh Vadodara BJP Organizational Visit: ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીનો વડોદરા જિલ્લાનો સંગઠનાત્મક પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે...
R Gajjar
R GajjarUpdated on: 12 Sep 2026 09:49 PM IST
વડોદરા જિલ્લામાં ભાજપના સંગઠનાત્મક પ્રવાસનો અંતિમ પડાવ, તરુણ ચુઘજી-રત્નાકરજીએ પદાધિકારીઓને આપ્યું માર્ગદર્શનવડોદરા જિલ્લામાં ભાજપના સંગઠનાત્મક પ્રવાસનો અંતિમ પડાવ, તરુણ ચુઘજી-રત્નાકરજીએ પદાધિકારીઓને આપ્યું માર્ગદર્શન

Tarun Chugh Vadodara BJP Organizational Visit

Tarun Chugh Vadodara BJP Organizational Visit: ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીનો વડોદરા જિલ્લાનો સંગઠનાત્મક પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંગઠનની કામગીરીની સમીક્ષા સાથે સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવા તેમજ જનસેવા સાથે સંગઠનના સંકલનને વધુ સુદૃઢ બનાવવા અંગે વિવિધ બેઠકો યોજાઈ હતી.

વડોદરા જિલ્લાના પ્રવાસ સાથે પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજીનો ગુજરાતના છ જિલ્લા-મહાનગરનો પાંચ દિવસીય સંગઠનાત્મક પ્રવાસ પણ પૂર્ણ થયો હતો. 8થી 12 સપ્ટેમ્બર દરમિયાન તેમણે ગાંધીનગર મહાનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને વડોદરા ખાતે ભાજપાના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા સહકારી આગેવાનો સાથે બેઠકો યોજી હતી.

સંગઠનની કામગીરી અને આગામી આયોજનની સમીક્ષા

વડોદરા પ્રવાસ દરમિયાન તરુણ ચુઘજી અને રત્નાકરજીએ સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સહકારી આગેવાનો તથા જિલ્લા સંકલન સમિતિ સાથે અલગ-અલગ બેઠકો યોજી હતી. આ બેઠકોમાં સંગઠનની સક્રિય કામગીરી, સંગઠનાત્મક આયોજન તેમજ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સહકારી આગેવાનો સાથેની બેઠકમાં સતત જનસંપર્ક જાળવી રાખવા અને જનસેવાના કાર્યોને વધુ વેગ આપવા હાકલ કરવામાં આવી હતી. પ્રજાની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા તેમજ ભાજપા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચાડવા પર ભાર મૂકાયો હતો. જિલ્લા સંકલન સમિતિ સાથેની બેઠકમાં સંગઠનાત્મક કામગીરી અને જનહિતલક્ષી કાર્યો વચ્ચે વધુ સુચારુ સંકલન સ્થાપિત કરવા તથા યોજનાઓના અસરકારક અમલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ હેમાંગભાઈ જોશી, પ્રદેશ ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપા અધ્યક્ષ બી. જે. બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રભારી ડૉ. ઋત્વિજભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, સહકારી આગેવાનો, અગ્રણીઓ તથા અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]