ભરૂચના ખરચ ગામે શિવભક્તિનો અનોખો મહોત્સવ: સવા લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ, દર્શન માટે ઉમટ્યા ભક્તો



Bharuch Partheshwar Shivling Mahotsav
ભરૂચના ખરચ ગામે શિવભક્તિનો અનોખો મહોત્સવ: સવા લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ, દર્શન માટે ઉમટ્યા ભક્તો



Bharuch Partheshwar Shivling Mahotsav
Bharuch Partheshwar Shivling Mahotsav: ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ખરચ ગામે આવેલા દત્તાશ્રય આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે ભવ્ય શિવભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષથી ચાલી આવતી પવિત્ર પરંપરાને જાળવી રાખતા સતત 11મા વર્ષે અહીં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભગવાન ભોળેનાથની વિશેષ આરાધના સાથે દિવ્ય ભસ્મ આરતી યોજાઈ હતી. સવા લાખ શિવલિંગના દર્શન તથા ભસ્મ આરતીનો લાભ લેવા માટે ભરૂચ સહિત આસપાસના વિસ્તારો અને દૂરદૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દત્તાશ્રય આશ્રમ ખાતે ઉમટી પડ્યા હતા.

ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી વિશ્વ શાંતિ, લોકકલ્યાણ અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર આશ્રમ પરિસર ભક્તિ અને આધ્યાત્મિકતાના માહોલથી ગુંજી ઉઠ્યું હતું.

દર્શનાર્થે આવતા ભક્તો માટે આશ્રમ દ્વારા વિશાળ મહાપ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ‘હર હર મહાદેવ’ના જયઘોષથી દત્તાશ્રય આશ્રમનું સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]





