ભરૂચમાં 2026ની ત્રીજી નેશનલ લોક અદાલત યોજાઈ, સમાધાનલક્ષી કેસોના નિકાલ માટે કાર્યવાહી



Bharuch National Lok Adalat 2026
ભરૂચમાં 2026ની ત્રીજી નેશનલ લોક અદાલત યોજાઈ, સમાધાનલક્ષી કેસોના નિકાલ માટે કાર્યવાહી



Bharuch National Lok Adalat 2026
Bharuch National Lok Adalat 2026: NALSA દ્વારા આદેશિત અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ વર્ષ 2026ની ત્રીજી નેશનલ લોક અદાલત શનિવારે ભરૂચ જિલ્લા ન્યાયાલય સહિત જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે યોજાઈ હતી.

ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તથા DLSAના ચેરમેન જે.આર. શાહના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને નેશનલ લોક અદાલતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ઈ.એમ. શેખ, જજ વી.આર. રાજપૂત, DLSA સેક્રેટરી પી.પી. મોકાશી અને જજ બી.એસ. ગઢવી સહિત ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા હતા.
લોક અદાલતમાં ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરા લીગલ વોલન્ટિયર્સ, પેનલ એડવોકેટ્સ તેમજ પક્ષકારોએ હાજરી આપી હતી. આ લોક અદાલતમાં પ્રિ-લિટિગેશન અને પેન્ડિંગ કેસોને સમાધાનના માધ્યમથી ઉકેલવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લોક અદાલતમાં વીજ કંપની સંબંધિત કેસો, બેંકના કેસો, મોટર અકસ્માતના દાવા, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળના કેસો, ફેમિલી મેટર્સ, ભરણપોષણના કેસો, સમાધાનપાત્ર ફોજદારી કેસો, લેણાના દાવા, પાર્ટીશન સૂટ અને મજૂર તકરાર સહિતના વિવિધ કેસો મુકવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, વાગરા, આમોદ, જંબુસર અને હાંસોટ ખાતે આવેલી તાલુકા કાનૂની સેવા સમિતિઓના માધ્યમથી પણ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતનો મુખ્ય હેતુ પક્ષકારોને સરળ, ઝડપી અને પરસ્પર સંમતિથી વિવાદોનો ઉકેલ મેળવવા માટે મંચ પૂરો પાડવાનો છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





