Get News Alerts

Never miss breaking news updates.

અંકલેશ્વરમાં શ્રી શિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટનો સેવાયજ્ઞ: 50થી વધુ આંગણવાડી બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ

Ankleshwar Anganwadi Children Education Kit Distribution: અંકલેશ્વરના રામકુંડ વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્ર ખાતે શ્રી શિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીના 50થી...
R Gajjar
R GajjarUpdated on: 12 Sep 2026 06:14 PM IST
અંકલેશ્વરમાં શ્રી શિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટનો સેવાયજ્ઞ: 50થી વધુ આંગણવાડી બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણઅંકલેશ્વરમાં શ્રી શિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટનો સેવાયજ્ઞ: 50થી વધુ આંગણવાડી બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ

Ankleshwar Anganwadi Children Education Kit Distribution

Ankleshwar Anganwadi Children Education Kit Distribution: અંકલેશ્વરના રામકુંડ વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્ર ખાતે શ્રી શિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીના 50થી વધુ બાળકોને સ્કૂલ બેગ, પાણીની બોટલ તેમજ નોટબુક, પેન્સિલ અને રબરની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બાળકોને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી મળી રહે અને તેમના શિક્ષણને પ્રોત્સાહન મળે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક સામગ્રી મળતા આંગણવાડીના બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે શ્રી શિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી હરીશ જોશી, અંકલેશ્વર નગરપાલિકાની ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન દીક્ષિતા રાણા, નગરપાલિકા સભ્ય તરુણ પટેલ, પત્રકાર એકતા પરિષદ અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેયુર રાણા, સુનિલ સોલંકી, મોહિત પટેલ સહિત મંદિરના ટ્રસ્ટીઓ, સ્થાનિક આગેવાનો અને આંગણવાડી કર્મચારી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના આ સેવાકીય પ્રયાસને ઉપસ્થિત આગેવાનો અને સ્થાનિક લોકો દ્વારા આવકારવામાં આવ્યો હતો.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]