Get News Alerts

Never miss breaking news updates.

ડભોઈ-વસઈ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે અકસ્માત, એકનું મોત; ત્રણ ઇજાગ્રસ્ત

ડભોઈ: ડભોઈ તાલુકાના તરસાણા અને વસઈ ગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા....
R Gajjar
R GajjarUpdated on: 27 Aug 2026 09:09 PM IST
ડભોઈ-વસઈ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે અકસ્માત, એકનું મોત; ત્રણ ઇજાગ્રસ્તડભોઈ-વસઈ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે અકસ્માત, એકનું મોત; ત્રણ ઇજાગ્રસ્ત

ડભોઈ: ડભોઈ તાલુકાના તરસાણા અને વસઈ ગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અજાણ્યા વાહને એક્ટિવા અને બાઈકને મારી ટક્કર

મળતી પ્રાથમિક માહિતી મુજબ, તરસાણા અને વસઈ વચ્ચે અજાણ્યા વાહને એક્ટિવા અને બાઈકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. અકસમાત બાદ ટક્કર મારનાર અજાણ્યું વાહન ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયું હતું. નજીકમાં રહેતા લોકોના જણાવ્યા મુજબ, કોઈ કન્ટેનર દ્વારા ટક્કર મારવામાં આવી હોવાની આશંકા છે. જોકે, આ અંગે પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.

બુદ્ધિસાગર ખોડાભાઈ રાઠોડિયાનું મોત

આ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિની ઓળખ બુદ્ધિસાગર ખોડાભાઈ રાઠોડિયા તરીકે થઈ છે. તેઓ વસઈ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્મતમાં અન્ય ત્રણ લોકોને પણ ઈજા થઈ હતી. જેમાંથી બે વ્યક્તિને ગંભીર ઈજા થતાં નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ ઘટના સ્થળે પહોંચી, તપાસ શરૂ

અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો, અજાણ્યું વાહન કયું હતું અને ટક્કર બાદ તે કઈ દિશામાં ફરાર થયું તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ નજીકના વિસ્તારના લોકો પાસેથી માહિતી મેળવી રહી છે તેમજ અકસ્માતના કારણ અંગે વધુ વિગતો એકત્ર કરી રહી છે. ફરાર વાહનને શોધવા માટે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

એક વ્યક્તિના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું

વસઈ ગામના રહેવાસી બુદ્ધિસાગર ખોડાભાઈ રાઠોડિયાના મોતના સમાચારથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. બીજી તરફ ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માત અંગે વધુ વિગતો સામે આવી શકે છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]