એકતા નગરમાં 22 સપ્ટેમ્બરે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, અનંત નાગને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર



72nd National Film Awards 2026
એકતા નગરમાં 22 સપ્ટેમ્બરે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, અનંત નાગને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર



72nd National Film Awards 2026
72nd National Film Awards 2026: ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત સન્માનોમાં સામેલ 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે ગુજરાતનું એકતા નગર, કેવડિયા સજ્જ થઈ રહ્યું છે. વર્ષ 2024માં ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા ફિલ્મ નિર્માતાઓ, કલાકારો અને ટેકનિશિયનોને 22 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાનારા સમારોહમાં સન્માનિત કરવામાં આવશે. ભારતના રાષ્ટ્રપતિના હસ્તે આ પ્રતિષ્ઠિત પુરસ્કારો એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની શરૂઆત વર્ષ 1954માં થઈ હતી. ત્યારથી આ પુરસ્કારો ફીચર ફિલ્મ, નોન-ફીચર ફિલ્મ અને સિનેમા પરના લેખન સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાનને સન્માનિત કરે છે.
https://twitter.com/PIBAhmedabad/status/2101963559697895828?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2101963559697895828%7Ctwgr%5Edf2d087afcd152fa32e5374eb23a1dcdd023ab18%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.pib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D2313034reg%3D22lang%3D13
અનંત નાગને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર
વર્ષ 2024 માટેનો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પીઢ અભિનેતા અનંત નાગને એનાયત કરવામાં આવશે. ભારતીય સિનેમામાં તેમના લાંબા સમયના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને આ પ્રતિષ્ઠિત સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે. પાંચ દાયકાથી વધુ લાંબી કારકિર્દી દરમિયાન અનંત નાગે ખાસ કરીને કન્નડ સિનેમા ઉપરાંત ભારતીય સિનેમામાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ દ્વારા પોતાની આગવી ઓળખ બનાવી છે. 22 સપ્ટેમ્બરના રોજ સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે તેમને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

‘આર્ટિકલ 370’ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં વિવિધ કેટેગરીમાં ફિલ્મો અને કલાકારોને સન્માનિત કરવામાં આવશે. ‘આર્ટિકલ 370’ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે, જ્યારે ‘ભંગાર’ને શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ અને ‘રામ-નામી’ને શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી તરીકે પસંદ કરવામાં આવી છે. અભિનયની કેટેગરીમાં ‘બ્રહ્મયુગમ’ માટે મમ્મૂટી અને ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યનને શ્રેષ્ઠ મુખ્ય અભિનેતાના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે ‘આર્ટિકલ 370’ માટે યામી ગૌતમને શ્રેષ્ઠ મુખ્ય અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવશે.
રણદીપ હુડાને શ્રેષ્ઠ ડેબ્યૂ દિગ્દર્શકનો પુરસ્કાર
‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ માટે રણદીપ હુડાને શ્રેષ્ઠ ડેબ્યૂ દિગ્દર્શકના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ‘કલ્કિ 2898 AD’, ‘અમરન’, ‘પુષ્પા: ધ રૂલ પાર્ટ-02’, ‘ભૂલ ભુલૈયા 3’ અને ‘સ્ત્રી 2’ સહિતની ફિલ્મોને પણ વિવિધ કેટેગરીમાં સન્માન મળશે. આ પુરસ્કારો ભારતીય સિનેમામાં વિવિધ ભાષાઓ, પ્રદેશો અને ફિલ્મ નિર્માણની અલગ-અલગ શૈલીઓમાં થઈ રહેલા સર્જનાત્મક પ્રદાનને ઉજાગર કરશે.
દિલ્હીની બહાર પહેલીવાર નવી દિશા તરફ ઉજવણી
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું આયોજન ગુજરાતના એકતા નગર, કેવડિયા ખાતે કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઉજવણીને દેશની રાજધાની દિલ્હીથી બહાર વિવિધ પ્રદેશો સુધી લઈ જવાની પહેલના ભાગરૂપે આ આયોજનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આવનારા વર્ષોમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઉજવણી દેશના વિવિધ ભાગોમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલથી દેશના વિવિધ પ્રદેશોની સાંસ્કૃતિક અને સિનેમેટિક વિવિધતાને રાષ્ટ્રીય સ્તરે વધુ પ્રસ્તુત કરવાની તક મળશે. 22 સપ્ટેમ્બરે એકતા નગર ખાતે યોજાનારા સમારોહમાં ફિલ્મ જગતના કલાકારો, દિગ્દર્શકો, નિર્માતાઓ, ટેકનિશિયનો સહિત ભારતીય સિનેમા સાથે જોડાયેલા અનેક દિગ્ગજો એકત્રિત થશે. આ સાથે ગુજરાતમાં ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંથી એકના આયોજનનો પણ વિશેષ અવસર સર્જાશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





