CNG-PNG Price Hike: વડોદરામાં દિવાળી પહેલાં મોંઘવારીનો માર, CNG-PNGના ભાવમાં વધારો, રિક્ષાચાલકોની મુશ્કેલી વધી


CNG-PNG Price Hike
CNG-PNG Price Hike: વડોદરામાં દિવાળી પહેલાં મોંઘવારીનો માર, CNG-PNGના ભાવમાં વધારો, રિક્ષાચાલકોની મુશ્કેલી વધી


CNG-PNG Price Hike
CNG-PNG Price Hike: વડોદરામાં દિવાળી પહેલાં જ સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા CNG અને PNGના ભાવમાં વધારો કરવામાં આવતા વાહનચાલકો તેમજ ગેસનો ઉપયોગ કરતા ગ્રાહકોના બજેટ પર અસર થવાની છે. ખાસ કરીને CNGના ભાવમાં વધારાને કારણે રિક્ષાચાલકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
રિક્ષાચાલકો માટે હવે રોજનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ
મળતી માહિતી મુજબ, વડોદરા ગેસ લિમિટેડ દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા 1.50નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ CNGનો ભાવ રૂપિયા 89 પ્રતિ કિલો હતો, જે વધીને હવે રૂપિયા 90.50 થયો છે. બીજી તરફ PNGના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. PNGનો જૂનો ભાવ રૂપિયા 55.75 હતો, જે વધીને રૂપિયા 56.24 થયો છે. નવા ભાવ આજ રાત્રે 12 વાગ્યાથી અમલી બનશે. CNGના ભાવ વધારાની સીધી અસર શહેરના રિક્ષાચાલકો પર જોવા મળી રહી છે. પહેલેથી જ મોંઘવારી અને ઓછા ધંધાને કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા રિક્ષાચાલકો માટે હવે રોજનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે.
કયા કારણસર ભાવ વધ્યા?
રિક્ષાચાલકોના જણાવ્યા અનુસાર, આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બની ગયું છે. એક રિક્ષાચાલકે પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, બચત કરવી હવે ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. ગ્રાહકો ભાડું વધુ આપતા નથી અને રિક્ષામાં બેસનારા મુસાફરોની સંખ્યા પણ ઓછી છે. મહિનો પૂરો થાય તે પહેલાં જ પૈસા ઉધાર માગવાનો વારો આવે છે. બીજી તરફ વડોદરા ગેસ લિમિટેડના જણાવ્યા અનુસાર, ડોલરના ભાવમાં વધારો થવાના કારણે CNG અને PNGના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળી પહેલાં ગેસના ભાવમાં થયેલા આ વધારાથી સામાન્ય ગ્રાહકો અને રિક્ષાચાલકોના ઘરખર્ચનું બજેટ ખોરવાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Gandhinagar News: 19 મહિના બાદ પણ ખેલ સહાયકોની ભરતી નહીં, 1,667 કર્મચારીઓની રાહ યથાવત્





