Get News Alerts

Never miss breaking news updates.

સેવા હી સાધના: તાપીના વ્યારામાં 317 બેડની અદ્યતન ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું લોકાર્પણ, 800 બેડની નવી હોસ્પિટલનું ભૂમિપૂજન

Tapi Vyara 317 Bed Hospital: આદિજાતિ વિસ્તાર તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાને અદ્યતન આરોગ્ય સુવિધાઓની ભેટ મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યારા ખાતે 317 બેડની યુ.એન.એમ. ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું...
R Gajjar
R GajjarUpdated on: 22 Sep 2026 03:59 PM IST
સેવા હી સાધના: તાપીના વ્યારામાં 317 બેડની અદ્યતન ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું લોકાર્પણ, 800 બેડની નવી હોસ્પિટલનું ભૂમિપૂજનસેવા હી સાધના: તાપીના વ્યારામાં 317 બેડની અદ્યતન ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું લોકાર્પણ, 800 બેડની નવી હોસ્પિટલનું ભૂમિપૂજન

Tapi Vyara 317 Bed Hospital

Tapi Vyara 317 Bed Hospital: આદિજાતિ વિસ્તાર તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાને અદ્યતન આરોગ્ય સુવિધાઓની ભેટ મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યારા ખાતે 317 બેડની યુ.એન.એમ. ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકાર સાથે પીપીપી મોડેલ પર આકાર પામી રહેલા યુ.એન.એમ. મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પ્રોજેક્ટ અંતર્ગત નવી 800 બેડની હોસ્પિટલનું ભૂમિપૂજન પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

Tapi Vyara 317 Bed Hospital (7).webp

800 બેડની નવી હોસ્પિટલનું નિર્માણ

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોના લોકોને અદ્યતન આરોગ્ય સુવિધાઓ નજીકના સ્થળે ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે. નવી 800 બેડની હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલુ રહેશે ત્યારે દર્દીઓની સારવારમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે હાલના હોસ્પિટલ કેમ્પસમાં જ 317 બેડની ટ્રાન્ઝિશનલ હોસ્પિટલ વિકસાવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્મિત હોસ્પિટલ પરિસરની મુલાકાત લઈને વિવિધ અત્યાધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.

Tapi Vyara 317 Bed Hospital (6).webp

150 બેઠકોની MBBS મેડિકલ કોલેજ પણ બનશે

સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત વ્યારા ખાતે આગામી સમયમાં 150 બેઠકોની MBBS મેડિકલ કોલેજ, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સહિતનું હેલ્થકેર હબ વિકસાવવામાં આવશે. અંદાજિત રૂ. 910 કરોડના સમગ્ર પ્રોજેક્ટનું કાર્ય યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવશે. આ સુવિધાઓ કાર્યરત થયા બાદ તાપી ઉપરાંત ગુજરાત-મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોના આશરે 8 લાખથી વધુ લોકોને નજીકના સ્થળે અદ્યતન આરોગ્ય સેવાઓનો લાભ મળી શકશે. ખાસ કરીને ક્રિટિકલ કેર અને આપાતકાલીન સારવાર માટે દર્દીઓને ઝડપી તબીબી સેવા ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.

Tapi Vyara 317 Bed Hospital (5).webp

317 બેડની હોસ્પિટલમાં 17 ક્લિનિકલ સ્પેશિયાલિટી

9,986 ચોરસ મીટરના કાર્પેટ એરિયામાં વિકસાવવામાં આવેલી 317 બેડની ટ્રાન્ઝિશનલ હોસ્પિટલમાં 271 વોર્ડ બેડ અને 46 ક્રિટિકલ કેર બેડનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં 17 ક્લિનિકલ સ્પેશિયાલિટી માટે 24 સમર્પિત OPD રૂમ બનાવવામાં આવ્યા છે. અગાઉની આશરે 700 દર્દીઓની દૈનિક OPD ક્ષમતાની સામે હવે દરરોજ આશરે 1,200 દર્દીઓને OPD સેવા આપી શકાશે.

Tapi Vyara 317 Bed Hospital (4).webp

ICU, NICU-PICU અને ડાયાલિસિસ સહિતની સુવિધાઓ

હોસ્પિટલમાં 3 મેજર સર્જરી અને 1 સીઝેરિયન/મેટરનિટી સેવા માટે કુલ 4 સંપૂર્ણ સજ્જ ઓપરેશન થિયેટર ઉપલબ્ધ છે. આ ઉપરાંત ER Minor OT અને Post-Mortem OTની સુવિધા પણ છે. ક્રિટિકલ કેર માટે 34 ICU બેડ, 12 NICU/PICU બેડ અને 6 ER બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં અદ્યતન પેથોલોજી અને માઇક્રોબાયોલોજી લેબોરેટરી, બ્લડ સ્ટોરેજ સેન્ટર, X-Ray, USG, 8 બેડનું ડાયાલિસિસ યુનિટ, CSSD, Kangaroo Mother Care Room અને NRC Ward જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

Tapi Vyara 317 Bed Hospital (3).webp

સુરત સુધીની દોડમાં ઘટાડો થશે

વ્યારા ખાતે જ વિશિષ્ટ તબીબી સારવારની સુવિધા ઉપલબ્ધ થતાં તાપી જિલ્લાના દર્દીઓને અદ્યતન સારવાર માટે આશરે 75 કિલોમીટર દૂર સુરત સુધી જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે. ખાસ કરીને આદિવાસી અને ગ્રામીણ વિસ્તારના લોકોને નજીકના વિસ્તારમાં આરોગ્યસેવા મળવાથી સમય અને મુસાફરીના ખર્ચમાં રાહત મળવાની અપેક્ષા છે.

Tapi Vyara 317 Bed Hospital (2).webp

PPP મોડેલ હેઠળ હોસ્પિટલનું વિસ્તરણ

ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર જીનલ મહેતાના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકાર સાથે પીપીપી ધોરણે યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા વ્યારા જનરલ હોસ્પિટલના પુનર્વિકાસ અને વિસ્તરણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું લોકાર્પણ અને નવી યુ.એન.એમ. જનરલ હોસ્પિટલનું ભૂમિપૂજન વ્યારા તથા આસપાસના વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓના વિસ્તરણ તરફનું મહત્વનું પગલું છે.

યુ.એન.એમ. ફાઉન્ડેશન ટોરેન્ટ ગ્રુપના પ્રમોટર્સ મહેતા પરિવારની સેવાભાવી સંસ્થા છે, જે આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, કલા અને સંસ્કૃતિ સહિતના ક્ષેત્રોમાં વિવિધ સમાજલક્ષી કામગીરી કરે છે. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ, રમતગમત અને પ્રવાસન રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, સાંસદ પરભુભાઈ વસાવા, ધારાસભ્યો મોહનભાઈ કોંકણી અને મોહનભાઈ ઢોડિયા સહિતના જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને યુ.એન. મહેતા ગ્રુપના અધિકારીઓ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]