આયુર્વેદને જન-જન સુધી પહોંચાડવા ગુજરાત સરકાર દરેક પગલે સાથે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી



Vande Ayucon 2026 Gujarat
આયુર્વેદને જન-જન સુધી પહોંચાડવા ગુજરાત સરકાર દરેક પગલે સાથે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી



Vande Ayucon 2026 Gujarat
Vande Ayucon 2026 Gujarat: ગુજરાતમાં આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને આયુર્વેદને જન-જન સુધી પહોંચાડવા દરેક પગલે સાથ આપશે, તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. સુરતના સરથાણા સ્થિત કન્વેન્શન ડોમ ખાતે રવિવારે એક દિવસીય રાજ્યસ્તરીય આયુર્વેદિક સંમેલન ‘વંદે આયુકોન-26’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં રાજ્યભરમાંથી 1,200થી વધુ જાણીતા આયુર્વેદિક તબીબો અને નિષ્ણાતોએ ભાગ લીધો હતો.

ઔપચારિકતા કરતાં કામની ચર્ચા પર ભાર
સંમેલનને સંબોધતાં હર્ષ સંઘવીએ કાર્યક્રમોમાં લાંબા સ્વાગત સમારંભ અને ઔપચારિકતાઓને બદલે જનઆરોગ્ય તથા આયુર્વેદના વિકાસ સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે ઘણી વખત સ્વાગત-સત્કાર અને નામોના ઉલ્લેખમાં જ 10થી 15 મિનિટનો સમય પસાર થઈ જાય છે. આ સમયનો ઉપયોગ આરોગ્ય ક્ષેત્રના મહત્વના પ્રશ્નો અને તેના ઉકેલો શોધવામાં થઈ શકે છે.

સમસ્યાઓ નહીં, વ્યવહારુ ઉકેલો શોધો
નાયબ મુખ્યમંત્રીએ તબીબોને સંમેલનમાં માત્ર સમસ્યાઓની યાદી તૈયાર કરવાને બદલે તેના વ્યવહારુ ઉકેલો શોધવા પર ભાર મૂકવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જો બે થી પાંચ મહત્વના સૂચનોના નક્કર ઉકેલ પર કામ કરવામાં આવે તો આયુર્વેદ ક્ષેત્રમાં વાસ્તવિક સુધારા લાવી શકાય છે. રાજ્ય સરકાર તબીબો સાથે એક ટીમ તરીકે કામ કરવા તૈયાર છે.


સંમેલન બાદ અધિકારીઓ સાથે બેઠકની ખાતરી
હર્ષ સંઘવીએ સંમેલન દરમિયાન યોજાનારા વિવિધ સત્રોમાંથી મુખ્ય તારણો અને ઉકેલો રજૂ કરવા તબીબોને અપીલ કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે સંમેલન પૂર્ણ થયા બાદ તબીબોના પ્રતિનિધિમંડળને રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરાવવામાં આવશે, જેથી રજૂ થયેલા પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવી શકાય. તેમણે આયુર્વેદિક તબીબોને ટૂંકા અને લાંબા ગાળાનાં લક્ષ્યો નક્કી કરવાની સલાહ પણ આપી હતી. સરકાર અને આરોગ્ય વિભાગ તબીબો સાથે મળીને રાજ્યની પરંપરાગત આરોગ્યસેવા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા કામ કરશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




