Get News Alerts

Never miss breaking news updates.

Surat : ભાડે કાર ન આપી તો કારને જ આગ ચાંપી, બે આરોપીની પોલીસે કરી ધરકપકડ

Surat શહેરમાં કાર ભાડે ન આપવાના મામલે કારને આગ ચાંપી સળગાવી નાખવાની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીને ઝડપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 23 Sep 2026 11:02 AM IST
Surat : ભાડે કાર ન આપી તો કારને જ આગ ચાંપી, બે આરોપીની પોલીસે કરી ધરકપકડSurat : ભાડે કાર ન આપી તો કારને જ આગ ચાંપી, બે આરોપીની પોલીસે કરી ધરકપકડ

Surat Car Fire

Surat : આ મામલે ઉતરાણ પોલીસે કાર્યવાહી કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓની ઓળખ દીપ ડોબરીયા અને સમીર સિંધાની તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, કાર ભાડે આપવાના મુદ્દે થયેલા વિવાદ બાદ આરોપીઓએ કારને આગ ચાંપી સળગાવી નાખી હોવાનો આરોપ છે. સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ઉતરાણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

ભાડે કાર ન આપી તો કારને જ આગ ચાંપી

આ ઘટનામાં મહત્વની કડી તરીકે CCTV ફૂટેજ સામે આવ્યું હતું. CCTVમાં કેદ થયેલી ઘટનાના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી. ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે પોલીસે બંને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ઉતરાણ પોલીસે કાર્યવાહી કરીને દીપ ડોબરીયા અને સમીર સિંધાનીની ધરપકડ કરી હતી.

ધરપકડ બાદ બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ઘટનાને લગતી વધુ માહિતી મેળવવા માટે પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. જેના પગલે પોલીસ દ્વારા આરોપીઓના અગાઉના ગુનાહિત રેકોર્ડ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

સુરતમાં કાર સળગાવવાનો મામલો ઉકેલાયો

કાર સળગાવવાના આ કેસમાં આગ લગાવવાનું ચોક્કસ કારણ, બંને આરોપીઓની ભૂમિકા અને ઘટનાને અંજામ આપવા માટે કઈ રીતે આયોજન કરવામાં આવ્યું હતું તે સહિતના મુદ્દાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે. CCTV ફૂટેજને તપાસમાં મહત્વના પુરાવા તરીકે લેવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી અન્ય પુરાવા એકત્રિત કરવાની સાથે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાક્રમની કડી જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કાર ભાડે આપવાના મુદ્દે થયેલા વિવાદ બાદ આગચંપી સુધી મામલો પહોંચતા આ ઘટનાએ સુરતમાં ચકચાર જગાવી છે.

હાલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછના આધારે વધુ વિગતો સામે આવી શકે છે. ઉતરાણ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ વિરુદ્ધ અગાઉ નોંધાયેલા ગુનાઓની વિગતો તેમજ આ ઘટનામાં તેમની ચોક્કસ ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ કાર સળગાવવાના આ કેસમાં વધુ હકીકતો સામે આવવાની શક્યતા છે.

આ પણ વાંચો : Surat : ‘રામ રાખે તેને કોણ ચાખે’!યુવક પર ચઢી ગઈ કાર અને થયો આબાદ બચાવ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે