Get News Alerts

Never miss breaking news updates.

Surat Police ની સરાહનીય કામગીરી, ₹1.87 લાખ રોકડ ભરેલી ગુમ બેગ વેપારીને પરત કરાઈ

Surat Police : સુરત શહેરમાં વરાછા પોલીસે સરાહનીય કામગીરી કરીને વેપારીની ગુમ થયેલી કિંમતી બેગ શોધી કાઢી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 10 Sep 2026 11:00 AM IST
Surat Police ની સરાહનીય કામગીરી,  ₹1.87 લાખ રોકડ ભરેલી ગુમ બેગ વેપારીને પરત કરાઈSurat Police ની સરાહનીય કામગીરી,  ₹1.87 લાખ રોકડ ભરેલી ગુમ બેગ વેપારીને પરત કરાઈ

Surat Police

Surat Police : બેગમાં રોકડા ₹1,87,000 સહિત મહત્વના ચોપડા, કપડાં અને અન્ય સામાન હતો. પોલીસે CCTV કેમેરાની મદદથી બેગ શોધી કાઢી તમામ સામાન સહીસલામત રીતે વેપારીને પરત સોંપ્યો હતો. મળતી માહિતી મુજબ, મહેસાણા ખાતે સાડીનો વેપાર કરતા એક વેપારી વેપારના કામકાજ માટે સુરત આવ્યા હતા.

સુરતના બોમ્બે માર્કેટ વિસ્તારમાં મુસાફરી દરમિયાન તેઓ ઓટોરિક્ષામાં બેઠા હતા. મુસાફરી પૂર્ણ થયા બાદ વેપારી જ્યારે રિક્ષામાંથી નીચે ઉતર્યા ત્યારે તેમની કિંમતી બેગ ઓટોરિક્ષામાં જ રહી ગઈ હતી.

વેપારીની કિંમતી બેગ રિક્ષામાં રહી ગઈ હતી

થોડા સમય બાદ બેગ પોતાની પાસે ન હોવાની જાણ થતાં વેપારી ચિંતામાં મુકાઈ ગયા હતા. બેગમાં મોટી રોકડ રકમ ઉપરાંત વેપાર સાથે સંબંધિત ચોપડા, કપડાં અને અન્ય જરૂરી સામાન હોવાથી તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.

મામલો વરાછા પોલીસ સુધી પહોંચતા પોલીસે પણ તેને ગંભીરતાથી લીધો હતો. વરાછા પોલીસના સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. વેપારી કયા સ્થળેથી રિક્ષામાં બેઠા હતા અને રિક્ષા કયા માર્ગે ગઈ હતી તેની માહિતી મેળવી આસપાસના વિસ્તારોના CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. પોલીસ ટીમે અલગ-અલગ CCTV ફૂટેજની તપાસ કરીને સંબંધિત ઓટોરિક્ષાની ઓળખ કરી હતી. ત્યારબાદ રિક્ષાના નંબરના આધારે તેના ચાલક સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી.

CCTV ચેક કરી પોલીસે કરી શોધખોળ

પોલીસે ઓટોરિક્ષા ચાલકનો સંપર્ક કરી સમગ્ર મામલે પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન વેપારીની બેગ રિક્ષામાં જ રહી ગઈ હોવાનું સામે આવ્યું હતું. રિક્ષા ચાલક પાસેથી બેગ અને તેમાં રહેલો તમામ સામાન મેળવી લેવામાં આવ્યો હતો. બેગની તપાસ કરતાં તેમાં રોકડા ₹1,87,000, વેપારના ચોપડા, કપડાં સહિતનો મહત્વનો સામાન સહીસલામત મળી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આ તમામ સામાન મૂળ વેપારીને પરત સોંપ્યો હતો.

વેપારીને પોતાની કિંમતી બેગ અને તેમાં રહેલી સંપૂર્ણ રોકડ રકમ પરત મળતા તેમણે રાહતનો શ્વાસ લીધો હતો. વરાછા પોલીસની ઝડપી કાર્યવાહી અને CCTV આધારિત તપાસની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે. આ સમગ્ર ઘટનામાં પોલીસના સર્વેલન્સ સ્ટાફે CCTV ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરીને ગુમ થયેલી બેગ સુધી પહોંચવાનો માર્ગ શોધી કાઢ્યો હતો. સુરત પોલીસની આ કામગીરી ફરી એકવાર દર્શાવે છે કે શહેરમાં CCTV નેટવર્ક ગુમ થયેલા સામાન અને અન્ય બનાવોની તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.

આ પણ વાંચો : Junagadh માર્કેટિંગ યાર્ડ ચૂંટણી, 95% મતદાન થયા બાદ આજે મતગણતરી શરૂ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.