Surat ની શાન એવી રીયલ ચાંદી જરીમાંથી બનેલી ખાસ રાખડી અયોધ્યા રામ મંદિર મોકલાશે



Surat
Surat ની શાન એવી રીયલ ચાંદી જરીમાંથી બનેલી ખાસ રાખડી અયોધ્યા રામ મંદિર મોકલાશે



Surat
Surat : આ જ ઓળખને વધુ ઉજાગર કરવા અને રામભક્તિના રંગે રંગાવા માટે સુરતના જરી ઉદ્યોગકારો દ્વારા એક અનોખી અને સુંદર પહેલ કરવામાં આવી છે. ધ જરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ચાંદી ના તાર ની રાખડી બનાવી અયોધ્યા સ્થિત ભવ્ય રામ મંદિર ખાતે પ્રભુ શ્રી રામના ચરણોમાં અર્પિત કરવામાં આવી.
સુરતની જરી કળાનો અદભુત નમૂનો
સુરતની આગવી ઓળખ સમાન રીયલ જરી જરદોશી વર્કમાંથી એક વિશેષ રાખડી તૈયાર કરવામાં આવી છે. આ રાખડીની મુખ્ય ખાસિયત એ છે કે તેને બનાવવામાં શુદ્ધ ચાંદીના જરદોશી તારનો ઉપયોગ થયો છે. બારીક કારીગરી અને પરંપરાગત કળાનું અદ્ભુત મિશ્રણ આ રાખડીમાં જોવા મળે છે, જે સુરતની સમૃદ્ધ હસ્તકળાની ઝાંખી કરાવે છે.
સુરતની કુશળ કારીગર બહેનો દ્વારા સતત ત્રણ દિવસની અથાક મહેનત અને નિષ્ઠા બાદ આ રાખડી આકાર પામી છે. રાખડીના એક-એક તાંતણામાં જરદોશી વર્ક કરનાર બહેનોની ભક્તિ, સ્નેહ અને મહેનત સ્પષ્ટપણે છલકાય છે.
ચાંદીના તાર અને રામભક્તિ!
આ ખાસ રાખડી સમયસર અયોધ્યા પહોંચે તે માટે એસોસિએશન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કુરિયર મારફતે 'બાય એર' આ રાખડીને અયોધ્યા રામ મંદિર ખાતે રવાના કરવામાં આવી છે જેથી રક્ષાબંધનના પવિત્ર પર્વ પહેલાં તે ભગવાન રામના ચરણોમાં પહોંચી જાય.
આ વિશેષ રાખડી પ્રભુ શ્રી રામને સમર્પિત કરવા પાછળ ઉદ્યોગકારોનો બેવડો હેતુ છે. એક તરફ ભગવાન શ્રી રામ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા અને ભાવના છે, તો બીજી તરફ સુરતના પરંપરાગત જરી અને જરદોશી આર્ટને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નવું પ્રોત્સાહન મળે અને આ ઉદ્યોગ વધુ વિકસે તેવો શુભ આશય છે.સુરતના જરી ઉદ્યોગકારો અને કારીગરોની આ ભાવનાત્મક પહેલથી સુરતનું નામ દેશભરમાં ફરી એકવાર ગૌરવવંતું બન્યું છે.
આ પણ વાંચો : Delhi BJP મુખ્યાલયે બાસિત અલીનો પદભાર સંભાળ્યો, કાર્યકરોમાં જોવા મળ્યો જબરદસ્ત ઉત્સાહ

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



