Surat Railway Chhath Special: સુરત રેલવેની દિવાળી-છઠ માટે ખાસ વ્યવસ્થા, 6 લાખ મુસાફરોએ કરી મુસાફરી

Surat Railway Chhath Special: દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેનો અને વધારાની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી.
Nisha Parmar
Nisha Parmar
Passengers at Udhna railway station holding  સુરત રેલવે વ્યવસ્થાPassengers at Udhna railway station holding  સુરત રેલવે વ્યવસ્થા

Passengers at Udhna railway station holding સુરત રેલવે વ્યવસ્થા

Surat Railway Chhath Special: દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેનો અને વધારાની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. સુરત અને ઉધના વિસ્તારમાંથી ઉત્તર પ્રદેશ તથા બિહાર જવા માટે 75થી વધુ ટ્રેનોના 350થી વધુ ફેરા દોડાવવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવે દ્વારા નિયમિત ટ્રેનો ઉપરાંત 1,800થી વધુ સ્પેશિયલ ટ્રેનો પણ નોટિફાય કરવામાં આવી હતી. રેલવેના જણાવ્યા અનુસાર, 1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં સુરત વિસ્તારમાંથી આશરે 6 લાખ મુસાફરોએ નિયમિત અને વિશેષ ટ્રેનો દ્વારા મુસાફરી કરી છે.

ઉધના સ્ટેશન પર 15 હજાર મુસાફરોની ક્ષમતાવાળું હોલ્ડિંગ એરિયા

મુસાફરોની ભીડનું વ્યવસ્થાપન કરવા ઉધના રેલવે સ્ટેશન પર 10,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું વિશાળ હોલ્ડિંગ એરિયા અને પેસેન્જર ફેસિલિટી સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. આ સુવિધામાં એકસાથે આશરે 15,000 મુસાફરોને સમાવવાની ક્ષમતા છે. તહેવારો દરમિયાન સ્ટેશન પર થતી ભીડને નિયંત્રિત કરવામાં આ વ્યવસ્થા ઉપયોગી બની હતી.

મુસાફરો માટે 10 ટિકિટ કાઉન્ટર સહિતની સુવિધાઓ

હોલ્ડિંગ એરિયામાં મુસાફરોની સુવિધા માટે 10 ટિકિટ કાઉન્ટર, આધુનિક શૌચાલય અને CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 150થી વધુ સ્પીકર્સ ધરાવતી જાહેર જાહેરાત પ્રણાલી પણ સ્થાપિત કરવામાં આવી હતી, જેથી મુસાફરોને ટ્રેનના સમય અને અન્ય જરૂરી સૂચનાઓ સરળતાથી મળી શકે.

RPF અને ટિકિટ ચેકિંગ સ્ટાફે સંભાળી વ્યવસ્થા

તહેવારો દરમિયાન મુસાફરોને સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે ટ્રેનમાં બેસાડવા માટે RPF તથા ટિકિટ ચેકિંગ સ્ટાફે કામગીરી કરી હતી. મુસાફરોને કતારબદ્ધ રીતે ટ્રેન સુધી પહોંચાડવામાં આવ્યા હતા, જેથી સ્ટેશન પર ભીડનું યોગ્ય સંચાલન થઈ શકે.

હાલ સુરત રેલવે સ્ટેશન પર સ્થિતિ સામાન્ય

રેલવેના જણાવ્યા અનુસાર, દિવાળી અને છઠ પૂજાના કારણે સર્જાયેલી મુસાફરોની ભારે ભીડ હવે નિયંત્રણમાં આવી ગઈ છે. હાલમાં મુસાફરોની અવરજવર સામાન્ય થઈ ચૂકી છે. તહેવારો દરમિયાન ઊભી કરાયેલી વિશેષ વ્યવસ્થાઓથી મોટી સંખ્યામાં મુસાફરોને તેમના વતન સુધી પહોંચવામાં મદદ મળી હતી.

આ પણ વાંચો : Chhath Puja Special Bus & Train: છઠ પૂજાએ બિહાર જવા માટે ખાસ સુવિધા, દિલ્હીથી 77 સ્પેશિયલ બસ શરૂ અને 24 વિશેષ ટ્રેનો દોડશે