Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં પોલીસનું મેગા સ્વચ્છતા અભિયાન, 1200થી વધુ જવાનોએ 5 કલાકમાં 2.5 કિમી રિવરફ્રન્ટ વિસ્તાર ચમકાવ્યો

Surat Police Mega Cleanliness Drive: સુરતમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલા મેગા સ્વચ્છતા અભિયાનની ચર્ચા થઈ રહી છે. સેવા અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સુરત પોલીસે રિવરફ્રન્ટ વિસ્તારમાં વિશાળ સફાઈ કામગીરી હાથ...
R Gajjar
R GajjarUpdated on: 21 Sep 2026 06:32 PM IST
સુરતમાં પોલીસનું મેગા સ્વચ્છતા અભિયાન, 1200થી વધુ જવાનોએ 5 કલાકમાં 2.5 કિમી રિવરફ્રન્ટ વિસ્તાર ચમકાવ્યોસુરતમાં પોલીસનું મેગા સ્વચ્છતા અભિયાન, 1200થી વધુ જવાનોએ 5 કલાકમાં 2.5 કિમી રિવરફ્રન્ટ વિસ્તાર ચમકાવ્યો

Surat Police Mega Cleanliness Drive

Surat Police Mega Cleanliness Drive: સુરતમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલા મેગા સ્વચ્છતા અભિયાનની ચર્ચા થઈ રહી છે. સેવા અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સુરત પોલીસે રિવરફ્રન્ટ વિસ્તારમાં વિશાળ સફાઈ કામગીરી હાથ ધરી હતી. 1200થી વધુ પોલીસકર્મીઓએ જોડાઈને ગણતરીના કલાકોમાં લાંબા સમયથી જર્જરિત અને ઝાડી-ઝાંખરોથી ભરાયેલા વિસ્તારની સફાઈ કરી હતી.

5 કલાકમાં 2.5 કિલોમીટર વિસ્તારની સફાઈ

સુરતના નાવડી ઓવારાથી રાધે ક્રિષ્ના મંદિર સુધીના અંદાજે 2.5 કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ પટ્ટામાં આ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી આ વિસ્તારમાં ઝાડી-ઝાંખરાં ઊગી નીકળ્યા હતા અને આસપાસનો વિસ્તાર જર્જરિત સ્થિતિમાં જોવા મળતો હતો. સુરત પોલીસના જવાનો દ્વારા માત્ર પાંચ કલાકમાં સમગ્ર વિસ્તારમાં સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. પોલીસકર્મીઓએ જાતે મોરચો સંભાળીને ઝાડી-ઝાંખરાં દૂર કર્યા અને વિસ્તારને સ્વચ્છ બનાવ્યો હતો.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા

આ મેગા સ્વચ્છતા અભિયાનમાં સુરત પોલીસ કમિશનર, JCP, DCP, ACP અને PI સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓ અને પોલીસકર્મીઓએ સાથે મળીને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો.

પોલીસના કાર્યની થઈ રહી છે પ્રશંસા

પોલીસની આ કામગીરીને લઈને સુરતમાં ચર્ચા શરૂ થઈ છે. પોતાની નિયમિત ફરજ ઉપરાંત પોલીસકર્મીઓએ સામાજિક જવાબદારીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને કામગીરી કરી હોવાનું જોવા મળ્યું હતું. રિવરફ્રન્ટ જેવા જાહેર સ્થળની સફાઈ માટે પોલીસના 1200થી વધુ જવાનોનું જોડાવું અને માત્ર પાંચ કલાકમાં 2.5 કિલોમીટર વિસ્તારને સ્વચ્છ બનાવવો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કામગીરીને લઈને જાહેર સ્થળોની જાળવણી, સ્વચ્છતા અને મહાનગરપાલિકાની જવાબદારી અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે સુરત પોલીસના આ અભિયાનની પ્રશંસા થઈ રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]