Get News Alerts

Never miss breaking news updates.

Surat MD Drugs Case: સુરતમાં નાસ્તાની લારીની આડમાં ડ્રગ્સ વેચવાનો આરોપ, ભાજપના પૂર્વ નેતાનો પુત્ર ઝડપાયો

Surat MD Drugs Case: સુરતમાં નશીલા પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી કરતાં પુણા પોલીસે ન્યુ એપીએમસી ફ્રૂટ માર્કેટ નજીકથી રેહાન અંસારી નામના યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ભાઠેના...
R Gajjar
R GajjarUpdated on: 01 Oct 2026 03:06 PM IST
Surat MD Drugs Case: સુરતમાં નાસ્તાની લારીની આડમાં ડ્રગ્સ વેચવાનો આરોપ, ભાજપના પૂર્વ નેતાનો પુત્ર ઝડપાયોSurat MD Drugs Case: સુરતમાં નાસ્તાની લારીની આડમાં ડ્રગ્સ વેચવાનો આરોપ, ભાજપના પૂર્વ નેતાનો પુત્ર ઝડપાયો

Surat MD Drugs Case

Surat MD Drugs Case: સુરતમાં નશીલા પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી કરતાં પુણા પોલીસે ન્યુ એપીએમસી ફ્રૂટ માર્કેટ નજીકથી રેહાન અંસારી નામના યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ભાઠેના વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવતો હતો અને તેની આડમાં ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની શંકા છે. રેહાન અંસારી ભાજપના લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખ જમીલ બિરયાનીનો પુત્ર હોવાનું જણાવાયું છે.

3.26 ગ્રામ મેફેડ્રોન સહિત મુદ્દામાલ કબજે

પોલીસે આરોપી પાસેથી 3.26 ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ, ડિજિટલ વજનકાંટો, રોકડ રકમ અને મોપેડ સહિત કુલ રૂ. 70,180નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મોપેડની ડીકીમાં ડિજિટલ વજનકાંટો રાખતો હતો અને ગ્રાહકોને ડ્રગ્સ સપ્લાય કરતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

નવસારી બજારના નદીમની શોધખોળ

પ્રાથમિક તપાસમાં ડ્રગ્સનો જથ્થો નવસારી બજારના નદીમ પાસેથી લાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આથી પોલીસે નદીમને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી છે. ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવતું હતું અને આ નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે.

અગાઉ પણ એમડી ડ્રગ્સ કેસમાં ઝડપાયો હતો

પોલીસના જણાવ્યા મુજબ, રેહાન અંસારી અગાઉ ઓગસ્ટ 2024માં રાજસ્થાનથી મંગાવવામાં આવેલા અંદાજે રૂ. 35 લાખના એમડી ડ્રગ્સના કેસમાં એસઓજી દ્વારા ઝડપાયો હતો. હાલના કેસમાં પુણા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]