Get News Alerts

Never miss breaking news updates.

Surat : એક પ્રયાસ, એક જીવન, સુરતમાં આપઘાત રોકવા તાપી બ્રિજ પર જાગૃતિ અભિયાન હાથ ધરાયું

Surat માં આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે લોકોમાં જીવન પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે ખાસ અભિયાન યોજાયું છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 10 Sep 2026 01:52 PM IST
Surat : એક પ્રયાસ, એક જીવન, સુરતમાં આપઘાત રોકવા તાપી બ્રિજ પર જાગૃતિ અભિયાન હાથ ધરાયુંSurat : એક પ્રયાસ, એક જીવન, સુરતમાં આપઘાત રોકવા તાપી બ્રિજ પર જાગૃતિ અભિયાન હાથ ધરાયું

Surat

Surat : સર્વજન સેવા ટ્રસ્ટ દ્વારા સુરતના તાપી બ્રિજ પર જનજાગૃતિ કાર્યક્રમ યોજી લોકોને આત્મહત્યા જેવા અંતિમ પગલાથી દૂર રહેવા અને મુશ્કેલીના સમયમાં મદદ તથા કાઉન્સેલિંગ મેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ અભિયાન દરમિયાન સર્વજન સેવા ટ્રસ્ટના કાર્યકરો જાગૃતિના સંદેશ આપતા બેનરો સાથે તાપી બ્રિજ પર ઉભા રહ્યા હતા. લોકોને જીવનનું મહત્વ સમજાવવામાં આવ્યું અને કોઈ વ્યક્તિ માનસિક તણાવ કે મુશ્કેલીમાંથી પસાર થઈ રહી હોય તો એકલા રહેવાને બદલે પરિવાર, મિત્રો અથવા નિષ્ણાતોની મદદ લેવાની અપીલ કરવામાં આવી હતી.

નિરાશાને હરાવી જીવન તરફ વળ્યા લોકો

સર્વજન સેવા ટ્રસ્ટના જણાવ્યા મુજબ, સુરત પોલીસના સહયોગથી અત્યાર સુધીમાં આશરે 700 લોકોના જીવ બચાવવામાં સફળતા મળી છે. સંસ્થા અને પોલીસની ટીમ દ્વારા સંવેદનશીલ પરિસ્થિતિમાં રહેલા લોકોને સમજાવીને તથા કાઉન્સેલિંગ કરીને તેમને ફરી જીવન તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ખાસ કરીને ધોરણ 10 અને 12ના પરિણામના દિવસે વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને માનસિક દબાણ અને નિરાશાની સ્થિતિ ઊભી ન થાય તે માટે સંસ્થા દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવે છે. આ દિવસોમાં તાપી નદી પરના વિવિધ બ્રિજ પર સંસ્થાના કાર્યકરો હાજર રહે છે અને જરૂરિયાત જણાય ત્યારે લોકોને સમજાવીને કાઉન્સેલિંગ આપવામાં આવે છે.

આપઘાત રોકવા કાઉન્સેલિંગ

સંસ્થાના પ્રયાસોનો મુખ્ય હેતુ એ છે કે, મુશ્કેલીને કારણે કોઈ વ્યક્તિ જીવનનો અંત લાવવાનો વિચાર ન કરે. પરિણામ, આર્થિક મુશ્કેલી, પારિવારિક સમસ્યા કે અન્ય કોઈ કારણસર વ્યક્તિ તણાવમાં હોય તો સમસ્યા કાયમી નથી, પરંતુ આત્મહત્યા કાયમી નિર્ણય છે, તે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. સુરત પોલીસ અને સર્વજન સેવા ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસોથી અનેક સંવેદનશીલ પરિસ્થિતિમાં લોકોને મદદ મળી હોવાનું જણાવાયું છે.

પોલીસની સતર્કતા સાથે સંસ્થાના કાર્યકરોનું કાઉન્સેલિંગ અને માનવતાભર્યું વલણ અનેક પરિવારો માટે આશાનું કારણ બન્યું છે. આત્મહત્યા નિવારણ દિવસ પર યોજાયેલ આ અભિયાનનો સંદેશ સ્પષ્ટ છે. મુશ્કેલી કેટલીય મોટી હોય, મદદનો રસ્તો હંમેશા ઉપલબ્ધ છે. જીવન અમૂલ્ય છે અને એક યોગ્ય સમયે મળેલી મદદ કોઈનું આખું જીવન બદલી શકે છે.

આ પણ વાંચો : Rajkot માં ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો, સિંગતેલ ₹50 મોંઘું થયું તો કપાસિયા તેલમાં ₹ 25નો વધારો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.