કાપોદ્રામાં PSIની બંદૂકમાંથી અચાનક ગોળી છૂટી, યુવકને ગોળી વાગી


Surat Kapodra Firing
કાપોદ્રામાં PSIની બંદૂકમાંથી અચાનક ગોળી છૂટી, યુવકને ગોળી વાગી


Surat Kapodra Firing
Surat Kapodra Firing: સુરતના કાપોદ્રા વિસ્તારમાં પોલીસ કર્મચારીની બંદૂકમાંથી અચાનક ગોળી છૂટી જતાં ફાયરિંગની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, નાના વરાછા પોલીસ ચોકીમાં PSI પી.એસ. મકવાણા પોતાની સરકારી બંદૂક સાફ કરી રહ્યા હતા ત્યારે આકસ્મિક રીતે ગોળી છૂટી હતી.

બંદૂક સાફ કરતી વખતે બની ઘટના
મળતી માહિતી પ્રમાણે, PSI પી.એસ. મકવાણા નાના વરાછા પોલીસ ચોકીમાં હતા. દરમિયાન તેઓ પોતાની બંદૂક સાફ કરી રહ્યા હતા ત્યારે અચાનક બંદૂકમાંથી ગોળી છૂટી હતી. આ સમયે સામે એક યુવક ઉભો હતો અને ગોળી તેને વાગી હતી. ગોળી યુવકના શરીરમાંથી આરપાર નીકળી ગઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો
ગોળી વાગતાં યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસ વિભાગમાં પણ ચકચાર મચી ગઈ હતી. હાલ સમગ્ર મામલે ઘટનાની ચોક્કસ પરિસ્થિતિ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બંદૂકમાંથી ગોળી કયા સંજોગોમાં છૂટી અને સુરક્ષા પ્રક્રિયામાં કોઈ બેદરકારી થઈ હતી કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ ચોકીમાં ફાયરિંગથી ચકચાર
નાના વરાછા પોલીસ ચોકીમાં બનેલી આ ઘટનાને પગલે કાપોદ્રા વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ છે. પોલીસ દ્વારા ઘટનાની તમામ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.




