સુરતમાં ગણેશ વિસર્જન માટે 11 કંપની પેરામિલિટરી ફોર્સ તૈનાત, સંવેદનશીલ રૂટ પર ફ્લેગ માર્ચ



Surat Ganesh Visarjan Security
સુરતમાં ગણેશ વિસર્જન માટે 11 કંપની પેરામિલિટરી ફોર્સ તૈનાત, સંવેદનશીલ રૂટ પર ફ્લેગ માર્ચ



Surat Ganesh Visarjan Security
Surat Ganesh Visarjan Security: સુરત શહેરમાં ગણેશ ઉત્સવ અને ગણપતિ વિસર્જનને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. ગણેશ વિસર્જનના બંદોબસ્ત માટે સુરત શહેરને કુલ 11 કંપની પેરામિલિટરી ફોર્સ ફાળવવામાં આવી છે. ફાળવવામાં આવેલી ફોર્સમાં 6 કંપની SRP, 2 કંપની RAF, 2 કંપની BSF, 1 કંપની CISF અને 1 કંપની સ્પેશિયલ ફોર્સનો સમાવેશ થાય છે.

સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને પેટ્રોલિંગ
છેલ્લા 4થી 5 દિવસથી સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પેટ્રોલિંગ, ફેમિલિયરાઇઝેશન એક્સરસાઇઝ અને ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે સલાબતપુરા અને મહિધરપુરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ તેમજ સેક્ટર-1 અને સેક્ટર-2ના ઉચ્ચ પોલીસ અધિકારીઓની આગેવાની હેઠળ ફ્લેગ માર્ચ યોજાયો હતો. ફ્લેગ માર્ચ દરમિયાન સંવેદનશીલ સ્થળો તેમજ વધુ ભીડ એકત્રિત થતી હોય તેવા પોઈન્ટ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગણપતિ વિસર્જન દરમિયાન અહીં કયા પ્રકારનો પોલીસ બંદોબસ્ત જરૂરી રહેશે, તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ડિંડોલીથી ભાગળ સુધીના વિસર્જન રૂટનું નિરીક્ષણ
આજે ડિંડોલી, ભાગળ અને ભાગળથી ચોક ચાર રસ્તા સુધીના મહત્વના વિસર્જન રૂટ પર પેરામિલિટરી ફોર્સ સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ડ્રોનની મદદથી સમગ્ર રૂટની ફોટોગ્રાફી અને સર્વેલન્સ પણ કરવામાં આવ્યું હતું. ડ્રોનથી મેળવવામાં આવેલી તસવીરો તેમજ રૂટના અભ્યાસના આધારે સંવેદનશીલ અને ભીડવાળા પોઈન્ટ પર પોલીસ ડિપ્લોયમેન્ટનું આયોજન કરવામાં આવશે.

ડીપ પોઈન્ટ અને ધાવા પોઈન્ટનું પણ નિરીક્ષણ
ફ્લેગ માર્ચ અને પેટ્રોલિંગ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ, SOG અને સ્પેશિયલ બ્રાન્ચના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વિસર્જન રૂટ પર આવેલા ડીપ પોઈન્ટ, ધાવા પોઈન્ટ તેમજ જ્યાં પોલીસની તૈનાતી કરવાની છે તે તમામ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જરૂરી સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવાશે
ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જમીરના જણાવ્યા મુજબ, ગણપતિ વિસર્જન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સંવેદનશીલ સ્થળો અને વિસર્જન રૂટનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. અભ્યાસના આધારે જરૂરી સ્થળોએ યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





