Get News Alerts

Never miss breaking news updates.

Suratમાં ગણેશ વિસર્જનને લઈ પોલીસની તડામાર તૈયારીઓ, 90 હજાર મૂર્તિઓ માટે 11 હજારથી વધુ જવાનો તૈનાત

Surat Ganesh Visarjan 2026: ગણેશોત્સવના સમાપન સાથે 25 સપ્ટેમ્બરે સુરત શહેરમાં મોટા પાયે ગણેશ વિસર્જન થવાનું છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે...
R Gajjar
R GajjarUpdated on: 23 Sep 2026 08:56 PM IST
Suratમાં ગણેશ વિસર્જનને લઈ પોલીસની તડામાર તૈયારીઓ, 90 હજાર મૂર્તિઓ માટે 11 હજારથી વધુ જવાનો તૈનાતSuratમાં ગણેશ વિસર્જનને લઈ પોલીસની તડામાર તૈયારીઓ, 90 હજાર મૂર્તિઓ માટે 11 હજારથી વધુ જવાનો તૈનાત

Surat Ganesh Visarjan 2026

Surat Ganesh Visarjan 2026: ગણેશોત્સવના સમાપન સાથે 25 સપ્ટેમ્બરે સુરત શહેરમાં મોટા પાયે ગણેશ વિસર્જન થવાનું છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત પોલીસે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. શહેરમાં અંદાજે 90 હજાર જેટલી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે શહેરમાં 21 કૃત્રિમ તળાવ અને 3 કુદરતી ઓવારા નક્કી કરવામાં આવ્યા છે. વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાના હોવાથી પોલીસ દ્વારા વિવિધ સ્તરે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.

500થી વધુ પોલીસ અધિકારીઓ સહિત મોટો પોલીસ કાફલો તૈનાત

સુરત પોલીસની સુરક્ષા વ્યવસ્થામાં 500થી વધુ પોલીસ અધિકારીઓ અને 5,800થી વધુ પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે. આ ઉપરાંત આશરે 4,000 હોમગાર્ડ જવાનો પણ બંદોબસ્તમાં જોડાશે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે SRPની 11 કંપની, 1,469 TRB કર્મચારીઓ ઉપરાંત RAFની 2, CISFની 1 અને BSFની 1 ટુકડી પણ તૈનાત રહેશે.

450 ધાબા પોઈન્ટ અને ડ્રોનથી નજર

ગણેશ વિસર્જનના રૂટ પર પોલીસ દ્વારા આશરે 450 ધાબા પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા માટે 20 ડ્રોન કેમેરા અને આશરે 125 વીડિયો કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત 900 બોડી વોર્ન કેમેરા, 150 AI કેમેરા અને 3,000 CCTV કેમેરા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવશે.

ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમો પણ એક્ટિવ

વિસર્જન દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે 7 QRT ટીમ, ક્રાઈમ બ્રાન્ચની 15 ટીમ અને SOGની 10 ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત 7 વજ્ર વાહન અને 1 વરુણ વાહનની ટીમ પણ તૈયાર રાખવામાં આવી છે, જેથી કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.

326 પેટ્રોલિંગ વાહન અને 530 બાઇકથી પેટ્રોલિંગ

શહેરના વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ માટે 326 પેટ્રોલિંગ ગાડીઓ અને 530 પેટ્રોલિંગ બાઇક તૈનાત કરવામાં આવી છે. સાથે જ સુરક્ષા વ્યવસ્થામાં 1,800થી વધુ સોલાર લાઇટ પણ મૂકવામાં આવી છે. ગણેશ વિસર્જનના દિવસે રસ્તાઓ પર ભારે વાહનવ્યવહાર રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને શહેરના આશરે 25 રૂટ પર ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યા છે.

મોટા ગણપતિના વાહનોમાં GPS સિસ્ટમ

મોટી ગણેશ પ્રતિમાઓના વિસર્જન દરમિયાન વાહનોની હિલચાલ પર નજર રાખવા માટે મોટા ગણપતિની મૂર્તિઓ લઈ જતા વાહનોમાં GPS સિસ્ટમ લગાવવામાં આવી છે. આ વ્યવસ્થાથી વિસર્જનના રૂટ પર વાહનોનું મોનિટરિંગ કરવામાં આવશે.

કુદરતી ઓવારા પર ક્રેન અને બોટની વ્યવસ્થા

કુદરતી ઓવારા ખાતે વિસર્જન દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને 14 ક્રેન અને 3 બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર અને પોલીસ દ્વારા વિસર્જન દરમિયાન ભીડ નિયંત્રણ, ટ્રાફિક મેનેજમેન્ટ અને ઈમરજન્સી રિસ્પોન્સ માટે અલગ-અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ રીતે 25 સપ્ટેમ્બરે સુરતમાં થનારા ગણેશ વિસર્જનને લઈને પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા મોટા પાયે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]