Get News Alerts

Never miss breaking news updates.

Surat BRTS માં બેદરકારી બદલ પાલિકાની લાલ આંખ, 3 એજન્સીને કરોડોની નોટિસ ફટકારાઈ

Surat મહાનગરપાલિકાએ BRTS બસોના સંચાલનમાં બેદરકારી બદલ ત્રણ એજન્સીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 11 Sep 2026 10:37 AM IST
Surat BRTS માં બેદરકારી બદલ પાલિકાની લાલ આંખ, 3 એજન્સીને કરોડોની નોટિસ ફટકારાઈSurat BRTS માં બેદરકારી બદલ પાલિકાની લાલ આંખ, 3 એજન્સીને કરોડોની નોટિસ ફટકારાઈ

Surat BRTS

Surat : BRTS બસો સમયસર ન દોડવી, ઓછી ટ્રીપ કરવી તેમજ વારંવાર બસ બ્રેકડાઉન થવા જેવી સમસ્યાઓને લઈને પાલિકાએ સંચાલક એજન્સીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સ્મીત લોઢા દ્વારા ત્રણેય એજન્સીઓને કામગીરી અંગે સ્પષ્ટતા માંગતી નોટિસ આપવામાં આવી છે.

BRTS સેવા શહેરના જાહેર પરિવહનનું મહત્વનું માધ્યમ હોવાથી તેમાં થતી બેદરકારીને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો સામે આવી હતી.

સુરત BRTS સંચાલકો સામે પાલિકાનો સકંજો

મળતી માહિતી મુજબ, JBM એજન્સીને રૂ. 21 કરોડના દંડની નોટિસ આપવામાં આવી છે. જ્યારે હંસા ટ્રાવેલ્સ એજન્સીને રૂ. 50 લાખ અને ઇવે ટ્રાન્સને રૂ. 1.90 લાખના દંડની નોટિસ આપવામાં આવી છે. BRTS બસો નિર્ધારિત સમય મુજબ ન ચાલવી, જરૂરી સંખ્યામાં ટ્રીપ ન કરવી અને બસો રસ્તામાં બ્રેકડાઉન થવા જેવી બાબતોને ગંભીરતાથી લેવામાં આવી છે. આ પ્રકારની કામગીરીની સીધી અસર BRTSનો ઉપયોગ કરતા હજારો મુસાફરો પર પડતી હોય છે.

શહેરમાં રોજિંદા કામકાજ, નોકરી, શિક્ષણ અને અન્ય જરૂરિયાતો માટે મોટી સંખ્યામાં લોકો BRTS સેવાનો ઉપયોગ કરે છે. બસો સમયસર ઉપલબ્ધ ન થવાથી મુસાફરોને લાંબી રાહ જોવી પડતી હોવાની તેમજ સેવામાં વિલંબ થતો હોવાની ફરિયાદો સામે આવી હતી.

લોકોની ફરિયાદ બાદ સુરત મનપા એક્શનમાં

આ અંગેની ફરિયાદો ડેપ્યુટી કમિશનર સુધી પહોંચ્યા બાદ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પાલિકા દ્વારા સંચાલક એજન્સીઓની કામગીરી અંગે જવાબદારી નક્કી કરવા માટે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. હવે ત્રણેય એજન્સીઓએ તેમની કામગીરીમાં થયેલી બેદરકારી અંગે પાલિકાને સ્પષ્ટતા આપવાની રહેશે. નોટિસ બાદ મળતા જવાબ અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

સુરત મહાનગરપાલિકાની આ કાર્યવાહીથી BRTS સંચાલક એજન્સીઓમાં પણ જવાબદારી અને કામગીરી અંગે ગંભીરતા વધે તેવી શક્યતા છે. મુસાફરોને સમયસર અને વિશ્વસનીય જાહેર પરિવહન સેવા મળી રહે તે માટે બસોના સમયપત્રકનું પાલન, પૂરતી ટ્રીપ અને બ્રેકડાઉન જેવી સમસ્યાઓનું ઝડપી નિરાકરણ મહત્વનું બની રહે છે. હાલ પાલિકાની કાર્યવાહી બાદ ત્રણેય એજન્સીઓ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે અને તેમના જવાબના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહીનો મુખ્ય હેતુ BRTS સેવાની ગુણવત્તા સુધારવા અને મુસાફરોને પડતી હાલાકી ઘટાડવાનો હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો : Jamnagar : મેઘપર પોલીસની મોટી કાર્યવાહી, ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા, સપ્લાયર ફરાર

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.