Get News Alerts

Never miss breaking news updates.

Surat: ભેસ્તાન આવાસના લોકોનો કલેક્ટર કચેરીએ મોરચો, 10 વર્ષથી મકાનની રાહ

Surat: સુરતમાં ભેસ્તાન આવાસના રહેવાસીઓ દ્વારા પોતાના મકાનની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે મોરચો કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 01 Sep 2026 03:24 PM IST
Surat: ભેસ્તાન આવાસના લોકોનો કલેક્ટર કચેરીએ મોરચો, 10 વર્ષથી મકાનની રાહSurat: ભેસ્તાન આવાસના લોકોનો કલેક્ટર કચેરીએ મોરચો, 10 વર્ષથી મકાનની રાહ

Surat

Surat: સુરતમાં ભેસ્તાન આવાસના રહેવાસીઓ દ્વારા પોતાના મકાનની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે મોરચો કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સરસ્વતી આવાસ અને ભીમનગર આવાસના રહેવાસીઓએ રિડેવલપમેન્ટ માટે વર્ષો પહેલાં તોડી પાડવામાં આવેલા મકાનોનું હજુ સુધી નિર્માણ ન કરાતા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. રહેવાસીઓના આક્ષેપ મુજબ, છેલ્લા 10 વર્ષથી રિડેવલપમેન્ટમાં ગયેલા મકાનોનું કામ પૂર્ણ થયું નથી, જેના કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

સરસ્વતી આવાસના મકાનનો મુદ્દો

રહેવાસીઓના જણાવ્યા મુજબ સરસ્વતી આવાસના મકાનો તોડી પાડવામાં આવ્યા બાદ મનપા દ્વારા નવા મકાનો બનાવી આપવામાં આવ્યા નથી. જેના કારણે વર્ષોથી પોતાના કાયમી મકાનની રાહ જોવી પડી રહી છે.

મકાનની માંગ સાથે વિરોધ

ભેસ્તાન આવાસ, સરસ્વતી આવાસ અને ભીમનગર આવાસના લોકો મકાનની માંગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. રહેવાસીઓએ તંત્ર સમક્ષ પોતાની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરી હતી.

અન્ય આવાસમાં ફાળવણીથી મુશ્કેલી

રહેવાસીઓનો આરોપ છે કે અન્ય આવાસમાં મકાન ફાળવવાની પ્રક્રિયાને કારણે પણ લોકોને હેરાન-પરેશાન થવું પડી રહ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે.

10 વર્ષથી સમસ્યા યથાવત

રિડેવલપમેન્ટના નામે મકાનો તોડી પાડ્યા બાદ લાંબો સમય વીતી ગયો હોવા છતાં નવા મકાનો ન મળતા રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.