Private Security Agency SOG Drive: ખાનગી સિક્યુરિટી એજન્સીઓની કામગીરી નિયમબદ્ધ બનાવવા SOGની વિશેષ ડ્રાઇવ



Private Security Agency SOG Drive
Private Security Agency SOG Drive: ખાનગી સિક્યુરિટી એજન્સીઓની કામગીરી નિયમબદ્ધ બનાવવા SOGની વિશેષ ડ્રાઇવ



Private Security Agency SOG Drive
Private Security Agency SOG Drive: ખાનગી સિક્યુરિટી એજન્સીઓની કામગીરીને વધુ નિયમબદ્ધ અને સુરક્ષિત બનાવવા SOG દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત ONGC, VR મોલ, ટોરેન્ટ પાવર સહિત વિવિધ સ્થળોએ ફરજ બજાવતા આશરે 150 સિક્યુરિટી ગાર્ડને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

PSARA લાઇસન્સથી લઈને પોલીસ વેરિફિકેશન સુધી સમજ
SOG દ્વારા સિક્યુરિટી ગાર્ડને PSARA લાઇસન્સ, પોલીસ વેરિફિકેશન, ફરજિયાત તાલીમ, યુનિફોર્મ, હથિયાર અને સુરક્ષા સાધનો અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી. ફરજ દરમિયાન કાયદાકીય નિયમોનું પાલન કરવા પણ સૂચના આપવામાં આવી.
નકલી કે મુદત પૂર્ણ લાઇસન્સ સામે કાર્યવાહી
સિક્યુરિટી એજન્સીઓ દ્વારા નકલી અથવા મુદત પૂર્ણ થયેલા લાઇસન્સનો ઉપયોગ ન થાય તે અંગે ખાસ ચેતવણી આપવામાં આવી હતી. તાલીમ વિના સિક્યુરિટી ગાર્ડની નિમણૂક કરવી તેમજ પોલીસ જેવો યુનિફોર્મ પહેરવા સામે પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના અપાઈ હતી.
PF અને વેતનના નિયમોનું પાલન કરવા સૂચના
SOG દ્વારા સિક્યુરિટી એજન્સીઓને કર્મચારીઓ માટે લાગુ પડતા PF અને વેતન સંબંધિત નિયમોનું પાલન કરવા પણ સૂચના આપવામાં આવી હતી. ગાર્ડને તેમના હકો અને ફરજ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો પોલીસને જાણ કરવા માર્ગદર્શન
તાલીમ દરમિયાન સિક્યુરિટી ગાર્ડને ફરજ દરમિયાન સતત સતર્ક રહેવા, લોકો સાથે શિસ્તપૂર્ણ અને યોગ્ય વર્તન કરવા તેમજ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. SOGની આ વિશેષ ડ્રાઇવનો મુખ્ય હેતુ ખાનગી સુરક્ષા વ્યવસ્થાને વધુ જવાબદાર અને નિયમબદ્ધ બનાવી જાહેર તથા ખાનગી સંસ્થાઓમાં સુરક્ષાનું સ્તર વધુ મજબૂત કરવાનો છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



