Get News Alerts

Never miss breaking news updates.

Shankersinh વાઘેલાના ‘મેલું ઉપાડવા’ના નિવેદન પર પ્રભુ વસાવાનો વિરોધ, કહ્યું- આદિવાસી સમાજ વિરુદ્ધ વર્ગવિગ્રહ ઊભો કરતી ટિપ્પણી

Shankersinh Vaghela Statement Controversy: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ રાજનેતા શંકરસિંહ વાઘેલાએ ‘મેલું ઉપાડવા’ને લઈને કરેલા નિવેદનનો મામલો હવે રાજકીય ચર્ચામાં આવ્યો છે. આ મામલે બારડોલી લોકસભાના સાંસદ અને આદિવાસી...
R Gajjar
R GajjarUpdated on: 06 Oct 2026 06:13 PM IST
Shankersinh વાઘેલાના ‘મેલું ઉપાડવા’ના નિવેદન પર પ્રભુ વસાવાનો વિરોધ, કહ્યું- આદિવાસી સમાજ વિરુદ્ધ વર્ગવિગ્રહ ઊભો કરતી ટિપ્પણીShankersinh વાઘેલાના ‘મેલું ઉપાડવા’ના નિવેદન પર પ્રભુ વસાવાનો વિરોધ, કહ્યું- આદિવાસી સમાજ વિરુદ્ધ વર્ગવિગ્રહ ઊભો કરતી ટિપ્પણી

Shankersinh Vaghela Statement Controversy

Shankersinh Vaghela Statement Controversy: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ રાજનેતા શંકરસિંહ વાઘેલાએ ‘મેલું ઉપાડવા’ને લઈને કરેલા નિવેદનનો મામલો હવે રાજકીય ચર્ચામાં આવ્યો છે. આ મામલે બારડોલી લોકસભાના સાંસદ અને આદિવાસી નેતા પ્રભુ વસાવાએ શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો છે. પ્રભુ વસાવાએ જણાવ્યું કે, શંકરસિંહ વાઘેલાનું સમગ્ર રાજકીય જીવન પક્ષ બદલવાની રાજનીતિમાં રહ્યું છે. તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિએ સફાઈનું કામ કર્યું હોય તો પણ તેને આ રીતે વર્ણવી શકાય નહીં.

‘વર્ગવિગ્રહ ઊભો થાય તેવી ટિપ્પણીની નિંદા કરું છું’

પ્રભુ વસાવાએ આક્ષેપ કર્યો કે શંકરસિંહ વાઘેલાએ આદિવાસી સમાજને અન્ય સમાજ સાથે વર્ગવિગ્રહ ઊભો થાય તે પ્રકારની ટિપ્પણી કરી છે. આવી ટિપ્પણીની તેઓ નિંદા કરે છે તેમ તેમણે જણાવ્યું હતું. સાંસદે વધુમાં કહ્યું કે, ઉજ્જવળ સમાજે આદિવાસી સમાજને આગળ લાવવાનું કામ કર્યું છે. આદિવાસી વિસ્તારોમાં છેલ્લા વર્ષોમાં વિકાસ થયો હોવાનું જણાવતાં તેમણે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રની સ્થિતિ અંગે પણ વાત કરી હતી.

‘15 વર્ષ પહેલાની સરખામણીએ મેડિકલ સુવિધાઓમાં વધારો’

પ્રભુ વસાવાના જણાવ્યા મુજબ, આદિવાસી વિસ્તારોની શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે. તેમણે દાવો કર્યો કે 15 વર્ષ પહેલાંની સરખામણીએ આજે આદિવાસી વિસ્તારોમાં મેડિકલ સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે અને આ બાબત જગજાહેર છે. શંકરસિંહ વાઘેલાના નિવેદનને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પ્રભુ વસાવાના આ નિવેદનથી રાજકીય ચર્ચા વધુ ગરમાઈ છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]