Get News Alerts

Never miss breaking news updates.

Surat ના સરથાણા ઝોનમાં સ્થાનિકોનો મોરચો, ગેરકાયદે બાંધકામ સામે રેલી કાઢી કોર્પોરેશનના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો

Surat ના સરથાણા ઝોન વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અને રહેણાંક વિસ્તારમાં થતી કથિત કોમર્શિયલ પ્રવૃત્તિ સામે સ્થાનિક રહેવાસીઓએ મોરચો માંડ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 31 Aug 2026 03:51 PM IST
Surat ના સરથાણા ઝોનમાં સ્થાનિકોનો મોરચો, ગેરકાયદે બાંધકામ સામે રેલી કાઢી કોર્પોરેશનના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યોSurat ના સરથાણા ઝોનમાં સ્થાનિકોનો મોરચો, ગેરકાયદે બાંધકામ સામે રેલી કાઢી કોર્પોરેશનના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો

Surat

Surat : સંત દેવીદાસ સોસાયટી નજીક ચાલી રહેલી બાંધકામ પ્રવૃત્તિને લઈને સ્થાનિકોમાં લાંબા સમયથી નારાજગી હોવાના આક્ષેપો વચ્ચે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ એક્ટિવિટી અને ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે પાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે.

જોકે, રજૂઆતો બાદ માત્ર નોટિસ આપવામાં આવે છે અને ત્યારબાદ કોઈ નક્કર કાર્યવાહી થતી ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ એક્ટિવિટીનો વિરોધ

આ મુદ્દે લોકોમાં નારાજગી વધતા મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ સરથાણા ઝોન ખાતે એકઠા થયા હતા. લોકોએ કાળી પટ્ટી બાંધી રેલી કાઢી પાલિકાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. રેલી દરમિયાન ‘સુરત મહાનગરપાલિકા જાગો, સોસાયટીનો અવાજ સાંભળો’ અને ‘અધિકારી જવાબ આપવો’ જેવા બેનરો સાથે સ્થાનિકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિકોનો આક્ષેપ છે કે રહેણાંક વિસ્તારની સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ મળતું નથી. આ મામલે મેયર અને મ્યુનિસિપલ કમિશનર સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી તેમ વિરોધ કરી રહેલા આગેવાનોનું કહેવું છે.

સરથાણામાં પાલિકા સામે લોકોનો રોષ

વિરોધ કરી રહેલા કેટલાક આગેવાનોને અસામાજિક તત્વો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મુદ્દે પણ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી સુરક્ષા આપવાની માંગ ઉઠાવવામાં આવી છે.

સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં નિયમ વિરુદ્ધ કોઈપણ પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિ અથવા બાંધકામને મંજૂરી ન મળવી જોઈએ. જો નિયમોનો ભંગ થયો હોય તો તંત્ર દ્વારા માત્ર નોટિસ આપવાને બદલે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. સરથાણા ઝોન ખાતે યોજાયેલી આ રેલી દરમિયાન સ્થાનિકોએ પાલિકા તંત્રને પોતાની સમસ્યા અંગે ગંભીરતાથી ધ્યાન આપવા અપીલ કરી હતી. હવે પાલિકા દ્વારા સ્થાનિકોની રજૂઆત અને બાંધકામ સંબંધિત ફરિયાદો અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો : Gujarat માં ગુટખા-પાન મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાયો, નિયમો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે?

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.