Surat RTO Testdrive : સુરત આરટીઓમાં રજાના દિવસે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે, 40થી 50 દિવસનું વેઇટિંગ ઘટાડવા મહત્વનો નિર્ણય


Surat RTO Testdrive રજાના દિવસે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ચાલુ રહેશે
Surat RTO Testdrive : સુરત આરટીઓમાં રજાના દિવસે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે, 40થી 50 દિવસનું વેઇટિંગ ઘટાડવા મહત્વનો નિર્ણય


Surat RTO Testdrive રજાના દિવસે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ચાલુ રહેશે
Surat RTO Testdrive : અરજદારોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આગામી 22 અને 24 તારીખે રજાના દિવસે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ રાખવામાં આવશે. આ નિર્ણયથી અરજદારોને રજાના દિવસે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની તક મળશે.
હાલમાં સુરત RTO ખાતે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર બંને પ્રકારના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અંદાજે 40થી 50 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં અરજદારો ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ મેળવી રહ્યા હોવાથી વેઇટિંગ પિરિયડ લાંબો થયો છે. આ સમસ્યાને ઘટાડવા માટે RTO દ્વારા રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પણ ટેસ્ટ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
22 અને 24 તારીખે રજાના દિવસે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ
RTO દ્વારા અરજદારોને સૂચના આપવામાં આવી છે કે જેમણે અગાઉની એપોઇન્ટમેન્ટ મેળવી છે અને હવે રજાના દિવસે ટેસ્ટ આપવા માંગતા હોય તેમણે જૂની એપોઇન્ટમેન્ટ રદ કરીને નવી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. નવી એપોઇન્ટમેન્ટ લીધા વિના RTO ખાતે ન આવવા પણ અરજદારોને અપીલ કરવામાં આવી છે.
વધુ અરજદારોને ટેસ્ટની તક મળી રહે અને લાંબા સમયથી ચાલી રહેલા વેઇટિંગનો ઘટાડો થાય તે માટે જરૂર પડ્યે આગામી રવિવારે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ રાખવાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સુરતના માસમા ખાતે પણ ટૂંક સમયમાં નવો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થવાની તૈયારી ચાલી રહી છે.
RTOએ વધાર્યા ટેસ્ટના દિવસો
માસમા ખાતે નવા ટ્રેકની શરૂઆત થતાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની ક્ષમતામાં વધારો થશે. જેના કારણે અરજદારોને ટેસ્ટ માટે લાંબી રાહ જોવી નહીં પડે અને વેઇટિંગ પિરિયડમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત RTOના આ નિર્ણયથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ટેસ્ટની રાહ જોઈ રહેલા હજારો અરજદારોને રાહત મળી શકે છે. રજાના દિવસે ટેસ્ટ લેવાની સુવિધા અને નવા ટ્રેકની શરૂઆતથી ટેસ્ટ પ્રક્રિયા ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અરજદારો માટે ખાસ સૂચના છે કે ટેસ્ટ આપવા જતાં પહેલાં પોતાની નવી એપોઇન્ટમેન્ટની ખાતરી કરી લેવી અને એપોઇન્ટમેન્ટ વિના RTO ખાતે પહોંચવાનું ટાળવું.




