Get News Alerts

Never miss breaking news updates.

PM મોદીના જન્મદિવસે સુરતમાં બમ્પર ડિસ્કાઉન્ટ, 2400થી વધુ વેપારીઓ-સંસ્થાઓ આપશે ખાસ ઓફર

PM Modi Birthday Discount Surat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતમાં વિવિધ વેપારીઓ અને સંસ્થાઓ દ્વારા ગ્રાહકો માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફરની જાહેરાત કરવામાં આવી છે. આગામી 17 સપ્ટેમ્બરે સુરતના 2400થી...
R Gajjar
R GajjarUpdated on: 06 Sep 2026 07:24 PM IST
PM મોદીના જન્મદિવસે સુરતમાં બમ્પર ડિસ્કાઉન્ટ, 2400થી વધુ વેપારીઓ-સંસ્થાઓ આપશે ખાસ ઓફરPM મોદીના જન્મદિવસે સુરતમાં બમ્પર ડિસ્કાઉન્ટ, 2400થી વધુ વેપારીઓ-સંસ્થાઓ આપશે ખાસ ઓફર

PM Modi Birthday Discount Surat

PM Modi Birthday Discount Surat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતમાં વિવિધ વેપારીઓ અને સંસ્થાઓ દ્વારા ગ્રાહકો માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફરની જાહેરાત કરવામાં આવી છે. આગામી 17 સપ્ટેમ્બરે સુરતના 2400થી વધુ વેપારીઓ અને સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાઓ અને ચીજવસ્તુઓમાં 5 ટકાથી લઈને 76 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

3 લાખથી વધુ લોકોને લાભ મળવાનો દાવો

આ વિશેષ ડિસ્કાઉન્ટ અભિયાન હેઠળ ત્રણ લાખથી વધુ લોકો લાભ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે પણ 2.75 લાખથી વધુ લોકોએ વિવિધ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લીધો હતો. સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીની અપીલ બાદ શહેરના વિવિધ વેપારીઓ અને સંસ્થાઓ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ખાસ ઓફર જાહેર કરવામાં આવી છે.

હોસ્પિટલથી મેડિકલ સ્ટોર સુધી રાહત

આ અભિયાનમાં સુરતની 50થી વધુ હોસ્પિટલોમાં સારવાર અને વિવિધ સેવાઓમાં ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. હોસ્પિટલની OPD સેવાઓમાં 10થી 100 ટકા સુધીની રાહત, જ્યારે પેથોલોજી લેબના રિપોર્ટમાં 10થી 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલોમાં મેડિસિન ઉપર 10થી 20 ટકા સુધીની રાહત અને સુરતની 50થી વધુ ક્લિનિકમાં પણ રાહતદરે સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.

હોટલ-રેસ્ટોરન્ટ અને મેડિકલ સ્ટોરમાં પણ ઓફર

શહેરની 60થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટમાં 10થી 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જ્યારે 200થી વધુ મેડિકલ સ્ટોર્સમાં દવાઓ પર 10થી 20 ટકા સુધીની રાહત મળશે. હોસ્પિટલ, ક્લિનિક, મેડિકલ સ્ટોર, હોટલ-રેસ્ટોરન્ટ ઉપરાંત સુપર સ્ટોર, ફૂડ કોર્નર, હેર સલૂન, બેકરી અને ડેરી સહિતના વ્યવસાયોમાં પણ ગ્રાહકોને વિવિધ ડિસ્કાઉન્ટનો લાભ મળશે.

મીઠાઈ-નમકીનથી ગારમેન્ટ સુધી ઓફર

મીઠાઈ, નમકીન, ગારમેન્ટ, શાકભાજી, ફ્લોર મિલ સહિતના વિવિધ વેપારીઓએ પણ ગ્રાહકો માટે ખાસ ઓફરની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સુરતના વધુમાં વધુ લોકો આ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લે તેવી સુરત પશ્ચિમ ભાજપ પરિવાર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]