ઓલપાડના સરોલીમાં ગણેશ ઉત્સવમાં દેશી ગામડાની અનોખી થીમ, Gen Zને કરાવાયો ગ્રામ્ય સંસ્કૃતિનો પરિચય



Olpad Desi Village Ganesh Theme
ઓલપાડના સરોલીમાં ગણેશ ઉત્સવમાં દેશી ગામડાની અનોખી થીમ, Gen Zને કરાવાયો ગ્રામ્ય સંસ્કૃતિનો પરિચય



Olpad Desi Village Ganesh Theme
Olpad Desi Village Ganesh Theme: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરોલી ગામે આ વર્ષના ગણેશ ઉત્સવમાં હેપ્પી ક્લબ દ્વારા અનોખી અને પ્રેરણાદાયી ‘દેશી ગામડાની થીમ’ તૈયાર કરવામાં આવી છે. પંડાલમાં પ્રવેશતા જ મુલાકાતીઓને જાણે અસલી દેશી ગામડામાં આવી ગયા હોય તેવો અદ્ભુત અનુભવ થઈ રહ્યો છે. આ અનોખા પંડાલમાં દેશી ગામડાની સંસ્કૃતિ અને જીવનશૈલીને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીં ગાય, દેશી રૂમ, જૂની સાયકલ, રેડિયો, ખેતર, કૂવો, વાડી અને પરંપરાગત રસોડું સહિતની અનેક વસ્તુઓને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે.

Gen Zને ગ્રામ્ય વારસાથી પરિચિત કરાવવાનો પ્રયાસ
આ થીમ પાછળનો મુખ્ય હેતુ શહેરોમાં જન્મીને અને ઉછરીને મોટી થતી Gen Z એટલે કે નવી પેઢીને આપણા અસલી ગ્રામીણ વારસા, જીવનશૈલી અને પરંપરાગત સંસ્કૃતિથી પરિચિત કરાવવાનો છે. આધુનિક યુગમાં નવી પેઢી ગામડાના પરંપરાગત જીવનથી દૂર થઈ રહી છે ત્યારે હેપ્પી ક્લબનો આ પ્રયાસ લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

છ મહિનાની મહેનત બાદ તૈયાર થયું થીમ પંડાલ
આ સુંદર થીમ તૈયાર કરવા માટે ગામના યુવકોની ટીમે સતત છ મહિના સુધી મહેનત અને જહેમત ઉઠાવી છે. પંડાલમાં ઊભી કરવામાં આવેલી વસ્તુઓને શક્ય તેટલી નેચરલ અને ઓરિજિનલ રાખવામાં આવી છે, જેના કારણે મુલાકાતીઓને કૃત્રિમ સજાવટને બદલે અસલી ગામડાના વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે.





દેખાદેખીના યુગમાં સંસ્કૃતિને ઉજાગર કરતું આયોજન
આજના સમયમાં ગણેશ ઉત્સવ દરમિયાન ભપકાભર્યા અને આકર્ષક આયોજનો વચ્ચે સરોલી ગામના હેપ્પી ક્લબે પોતાની દેશી સંસ્કૃતિ અને ગ્રામ્ય વારસાને ઉજાગર કરતું આયોજન કર્યું છે. પરંપરાગત ગામડાના જીવનને ગણેશ ઉત્સવની થીમ સાથે જોડવાનો આ પ્રયાસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અનોખી ‘દેશી ગામડાની થીમ’ નિહાળવા માટે આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો સરોલી ગામે પહોંચી રહ્યા છે. ખાસ કરીને બાળકો અને નવી પેઢી માટે આ પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





